ક્રીયાકાંડ શા માટે?
હીન્દુ ધર્મનો મુળભુત હેતુ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો તે જ છે. એ શી રીતે થાય? માર્ગો અનેક છે. ક્રીયાકાંડ એ પણ એ માટેનો જ એક માર્ગ છે.
સામાન્ય રીતે આપણે દેહને જ સર્વસ્વ માનીએ છીએ. એમાં વસી રહેલ ચૈતન્યને આપણે જાણતા નથી, એને આપણે ઓળખતા નથી. અરે, મૃત્યુ પછી મડદું બનેલ દેહને [...]