પૂચ્છપાણી
સામગ્રી- ગાય, નાળિયેર, પૈસા, લાલ કાપડ, તલ, જવ, તુલસીપત્ર, ચંદન, કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, દીવો, અગરબત્તી, તુલસીના છોડનું કુંડું, તાંબાનું વાસણ કે સ્ટીલની ડોલ, દાભડાની ઝૂડી, ફૂલનો હાર-૧.
વિધિ- પ્રથમ ગાયના કપાળ પર કંકુનો ચાંલ્લો કરી ચોખા વધાવવા. ગળામાં ફૂલનો હાર પહેરાવવો. લાલ કાપડમાં નાળિયેર અને ૧૧ ડોલર મૂકી ગળામાં બાંધવું. પછી ગાયના ચાર પગની પૂજા – દૂધ-પાણીથી પગ ધોવા.
धेनुके सर्वभूतानां तारके विश्ववंदिते,
पवित्रे निर्मले देवि पाद्यं प्रतिगृह्यताम्.
ॐ गौरीयै नमः पाद्यं समर्पयामि.
કંકુનો ચાંલ્લો કરી ચોખા વધાવવા. મૃતકના ઘરની મુખ્ય વ્યક્તિએ ગાયની ચાર પ્રદક્ષિણા કરવી.
गावो ममाग्रतः सन्तु गावो रक्षतु मे पूण्यम्,
सुरभि हर मे पापं यम्मया दुष्कृतं कृतम्.
यानिकानि च पापानि जन्मान्तर कृतानि च,
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे.
આ પછી હાથ જોડી પ્રાર્થના કરવી.
ॐ काश्यप गोत्रोत्पन्न ……… प्रेताय सर्व पापक्षयकामः पूयशोणितयुत वैतरणी संज्ञक नद्युत्तारण पूर्वकं सुखेन वैकुंठभुवन प्राप्तिकामो वा ईमां वैतरणी
संज्ञिकां गां यमद्वारे पथि घोरे घोरा वैतरणी नदी.
धेनुके त्वं प्रतीक्षस्व यमद्वारे महापथे,
उत्तितीर्युं रहं देवी वैतरण्ये नमोस्तुते.
પાસે રાખેલા તુલસીના કુંડામાં દીવો-અરબત્તી કરી પુચ્છપાણીની વિધિ શરૂ કરવી. એ માટે એક તાંબાના વાસણ કે સ્ટીલની ડોલમાં દૂધ-પાણી, તલ, જવ, કંકુ, અબીલ-ગુલાલ, ચોખા, ફૂલ, તુલસીપત્ર વગેરે નાખીને ગાયના પૂંછડા નજીક રાખવું. પુચ્છપાણી આપનારે ડાબા હાથમાં ફૂલ અને છૂટા પૈસા લઈ ગાયનું પૂછડું ડાબા હાથમાં લેવું. ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરી ચાર વખત જમણા હાથે દર્ભની ઝૂડીથી સ્ટીલની ડોલમાંથી પાણી લઈ પૂછડે ચડાવવું. તેમ જ ભગવાનનું સ્મરણ કરી ગતાત્માનો બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ નિષ્કંટક બનો એવી પ્રાર્થના કરી ગાયનું પૂંછડું આંખે અડાડવું. પગે લાગવું. આમ નાનાથી મોટાં દરેક જણ આ વિધિ કરી શકે.
જે દાન કરવાં હોય તે…ગોદાન, પંથિકદાન, લાડુ સહિત કુંભદાન, લોઢાનું, કપાસનું, સાત ધાન્યોનું, તેર જોડ પગરખાંનું, વસ્ત્રદાન વગેરે જે કરવું હોય તે.
દાન આપતી વખતે જનોઈ જમણી બાજુ કરવી, અને નીચેનો મંત્ર બોલવો.
ॐ काश्यप गोत्रस्य ………दासस्य(देव्याः) सर्व पापक्षयार्थं पूयशोणितयुत्
वैतरणी संज्ञक नद्यौ तारण पूर्वक सुखेन वैकुंठ भुवन प्राप्त्यर्थम्.
–જનોઈ ડાબી બાજુ કરવી, અને હાથ જોડી રાખવા.
भूतद्रव्यं सर्वजनकल्याणार्थे संप्रददेऽम् तेने पापहा श्री भगवान विष्णुः प्रियंताम्.