Feeds:
Posts
Comments

Archive for the ‘ધાર્મીક વીધી’ Category

છઠ્ઠીની વીધીઃ બાળકના જન્મ પછી કરવામાં આવતી આ વીધી માટે એક માગણી આવી. આથી આ વીધી બધાંની જાણ માટે અહીં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં મુકું છું. કદાચ કોઈને જરુર પડે તો ઉપયોગ કરી શકાય.
છઠ્ઠીની વીધી
સામગ્રીઃ ૧. સફેદ કાપડનો ટુકડો ૨. પાટલો કે બાજઠ ૩. કોરો સફેદ કાગળ ૪. લખવા માટે પેન ૫. પુજાનાં [...]

Read Full Post »

ચૌલકર્મ
(વાળ ઊતારવા)
પૂજાની સામાન્ય સામગ્રી ઉપરાંત દર્ભ અને ચોખાનો લોટ જોઈશે. ચોખાનો લોટ બાંધી તેનાથી કાપેલા વાળ લઈ લેવા.
પ્રથમ ગણેશપૂજા, પરમાત્મા પૂજા અને કળશપૂજા કર્યા બાદ વાળ ઉતારવાની વિશેષ પૂજા નીચે મુજબ કરવી.
મસ્તકલેપન : માતા-પિતા  બાળકના વાળને પાણીમાં દૂધ, દહીં અને ઘી સારી રીતે ભેળવી ભીના કરશે.
ॐ सविता प्रसूता दैव्या, आपऽउदन्तु ते तनूम्|
दीर्घायु ष्त्वाय वर्चसे||
ત્રિશિખા બંધન [...]

Read Full Post »

વાર્ષિક (મહાલય) શ્રાદ્ધ
જો માસિક શ્રાદ્ધના દિવસે જ વાર્ષિક શ્રાદ્ધ હોય તો વાર્ષિક શ્રાદ્ધનું પિંડદાન નીચે મુજબ કરવું. પરંતુ વાર્ષિક શ્રાદ્ધ અલગ હોય તો તર્પણ, વિષ્ણુ પૂજા અને માસિક શ્રાદ્ધ વિભાગની પૂજા પણ પ્રથમ કરવી. આ પછી વાર્ષિક શ્રાદ્ધનું પિંડ દાન નીચે મુજબ કરવું. બધું મળીને ૧૩.
१. ॐ काश्यप गोत्रे अस्मत् पिता ………….. वसुरूप एतत्ते अन्नं [...]

Read Full Post »

માસિક શ્રાદ્ધ
પ્રથમ નિત્ય તર્પણ અને વિષ્ણુ પૂજન અગાઉ મુજબ કરવું. એ વખતે યજમાને પૂર્વાભિમુખ બેસવું, પિંડદાન વખતે દક્ષિણાભિમુખ.
વિશ્વેદેવાના બે ચટ પૂર્વાભિમુખ, મહાવિષ્ણુનો ચટ પશ્ચિમાભિમુખ અને પિતૃઓના ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. માસિક શ્રાદ્ધ વખતે વિશ્વેદેવાના બે ચટની સાથે સામાન્ય વર્ષ હોય ( મરણની તિથિથી ૧૨ મહિના) તો ૧૨ ચટ અને મરણની તિથિથી એક વર્ષમાં અધિક [...]

Read Full Post »

પૂચ્છપાણી
સામગ્રી- ગાય, નાળિયેર, પૈસા, લાલ કાપડ, તલ, જવ, તુલસીપત્ર, ચંદન, કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, દીવો, અગરબત્તી, તુલસીના છોડનું કુંડું, તાંબાનું વાસણ કે સ્ટીલની ડોલ, દાભડાની ઝૂડી, ફૂલનો હાર-૧.
વિધિ- પ્રથમ ગાયના કપાળ પર કંકુનો ચાંલ્લો કરી ચોખા વધાવવા. ગળામાં ફૂલનો હાર પહેરાવવો. લાલ કાપડમાં નાળિયેર અને ૧૧ ડોલર મૂકી ગળામાં બાંધવું. પછી ગાયના ચાર પગની પૂજા  [...]

Read Full Post »

એકાદશા શ્રાદ્ધ
(જળાશય આગળ-શક્ય હોય તો)
સફેદ કપડું- ચોખા  લાલ કપડું-ઘઉં  લાલ કપડું-ચોખા
યજમાને પૂર્વાભિમુખ બેસવું.  ત્રણ સ્થાપન- વચ્ચે લાલ, તેમાં ઘઉં પુરવા. ચાર દિશાએ ચાર ખાનાં અને વચ્ચે એક. તેમાં પાંચ પાત્રો. પાંચ દેવોની મૂર્તિઓ (વિષ્ણુની સોનાની, બ્રહ્માની રૂપાની, રુદ્રની તાંબાની, યમની લોઢાની અને સત્પુરુષની સીસાની) પંચપાત્ર પર તરભાણી ઢાંકી તેમાં દરેકમાં એક એક મૂકવી. આ પંચદેવ.
વચલા [...]

Read Full Post »

દશાહ શ્રાદ્ધ
જનોઈ સવ્યમ્-(ડાબી બાજુ) – યજમાને પોતાના શરીર પર પાણી છાંટવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,
यः  स्मरेत्पुंडरीकाक्षं  स  बाह्याभ्यंतर  शुचिः.
-ડાબા હાથમાં તલ અને દર્ભ રાખવાં. જમણા હાથે પૂર્વ દિશાથી શરૂ કરી ફરતે ઘડિયાળની દિશાએ પાણી છાંટવું.
–હવે ઈશાન(North-East) ખૂણામાં દર્ભના એક ટૂકડા પર વાડકી મૂકી તેમાં પાણી ભરી ચંદન, ચોખા અને ફૂલ નાખવાં.
ॐ अपवित्रः० એ [...]

Read Full Post »

વિષ્ણુ પૂજન
સામે મૂકેલા દર્ભના ચટને વિષ્ણુ ભગવાનના પ્રતિક તરીકે લેવો.
ત્રણ વાર આચમન કરવું.
ॐ केशवाय नमः, नारायणाय० माधवाय० હાથ ધોવા- ॐ गोविंदाय नमः.
વિષ્ણુ ભગવાન પર કળશમાંથી પાણી ચડાવવું.
આહ્વાન–જમણા હાથમાં ચોખા લેવા.
शांताकरं  भुजगशयनं    पद्मनाभं सुरेशम्,
विश्वाधारं  गगनसदृशं   मेघवर्णं शुभांगम्,
लक्ष्मीकांतं कमलनयनं  योगिभिर्ध्यानगम्यम्,
वंदे  विष्णुं  भवभयहरं  सर्वलोकैक नाथम्.
ॐ श्री विष्णवे नमः विष्णुमाह्वायामि स्थापयामि.
ચોખા વધાવી દેવા.
ચોખા
प्रतिष्ठा सर्वदेवानां  मित्रावरुण निर्मिता,
प्रतिष्ठांते करोमि अत्र मंडले [...]

Read Full Post »

સુર્યપુજા
-ચોખા લેવા.
ॐ श्री सूर्याय नमः सूर्यं आह्वायामि स्थापयामि ध्यायामि.
ચોખા વધાવી  દેવા.
ॐ श्री सूर्याय नमः आसनं समर्पयामि, पाद्यं० अर्घ्यं० आचमनं० स्नानं० वस्त्रं० उपवस्त्रं० चंदनं० पुष्पं० धूपं०  दीपं० नैवेद्यं०  फलं० तांबुलं०
પ્રાર્થના-હાથ જોડી રાખવા.
मत्स्यं कुर्मं वराहं च  नारसिंहं च मानवम्,
रामं रामं रामकृष्णं बौद्धं कल्कि नमाम्यहम्.
- તરભાણામાં જમણા હાથનો અંગુઠો ઘડિયાળની દિશામાં ફેરવવો.
पापोऽहं पापकर्माऽहं   पापात्मा पाप संभवम्,
त्राहि  मां  पुंडरीकाक्ष  [...]

Read Full Post »

જનોઈ સવ્યમ્ (ડાબા ખભે) કરવી અને સામાન્ય તર્પણ.
आब्रह्मस्तं वपर्यत जगत्स्थावरजंगमम्,
मया दत्तेन तोयेन तृप्तयातु परागतिम्.
ॐ जगतं तुष्यंतु, जंगमास्तुष्यंतु, स्थावराः तुष्यंतु, जगदीश तुष्यंतु.
જનોઈ જમણા ખભામાં લાવી, એનો છેડો ભીંજવી ડાબી બાજુ નીચોવવો.
ये चास्माकं जाता एपुत्रा यांत् निणा मृता,
ते गृहणन्तु मया दत्तं वस्त्रानिप् पीडनोदकेम.
જનોઈ ડાબે ખભે લાવી આચમન કરવુ, અને એક એક અંજલિ આપવી.
ब्रह्मा तुष्यंतु, रुद्र तुष्यंतु, [...]

Read Full Post »

Older Posts »