Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 212. આદુ

  1. એક ચમચો મેથી મીઠાના પાણીમાં પલાળી રાખી શેકીને એક ચમચી આદુના રસમાં બરાબર ભેળવી ચાવીને ખાવાથી દમ (શ્વાસ)માં ફાયદો થાય છે.
  2. આદુનો રસ ગરમ કરી પીવાથી ફ્લુ સામે રક્ષણ મળે છે, એનાથી લીવરનું કાર્ય સુધરે છે તથા લોહીની અશુદ્ધી દુર થાય છે.
  3.  અડધી ચમચી સુંઠના ચુર્ણની સવારે ફાકી લેવાથી સુસ્તી દુર થાય છે તેમ જ બંધકોષ પણ મટે છે. ચામાં એક ચમચી આદુનો રસ કે છીણેલું આદુ નાખીને પણ લઈ શકાય. એનાથી શરીરનો દુઃખાવો અને શરદી પણ મટે છે.
  4.  એક મોટા ચમચા આદુના રસમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને મધ મેળવી લેવાથી ઉબકા, છાતીમાં થતી બળતરા, પેટનો દુઃખાવો વગેરે મટે છે.
  5.  આદુના રસમાં થોડો લીંબુનો રસ અને મીઠું અથવા છીણેલા આદુ પર લીંબુ નીચોવી મીઠું નાખી જમતાં પહેલાં લેવાથી ભુખ લાગે છે અને પાચન સુધરે છે. ખાસ કરીને ભારે ભોજન હોય ત્યારે તો આ લેવું જ જોઈએ.
Advertisements

ખુબ જ સુંદર જાણવા જેવી માહીતી. આજ સુધી જે ભ્રમણા ફેલાવવામાં આવી છે, કે મારા મનમાં જે હતી તેનું નીરસન થયું.

‘અભીવ્યક્તી’

જન્મ :15/04/1921 અવસાન : 15/01/2017

સદ્ ગત હીમ્મતલાલ જોશી અતાઈ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા અભીવ્યક્તીબ્લોગ પર ચાર્વાકદર્શનની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ઈ.બુક પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. આ લેખમાળાનો એક જ લેખ હવે મુકવાનો બાકી છે. તે લેખની સાથે જ આદરણીય આતાદાદાને ચાર્વાકદર્શન ઈ.બુક અર્પણ કરીનેઅભીવ્યક્તીપરીવાર તેમને ઈ.અંજલીઆપશે.

લોકશાહી:પ્રાચીન ભારતીય શાસન પ્રણાલી

એન. વી. ચાવડા

આપણા સામ્પ્રત સમયના રાજકારણ અને સમાજજીવનના ક્ષેત્રમાં બંધારણીય કાયદા–કાનુનના ભંગ અને નીષ્ફળતાની કોઈક અઘટીત ઘટના બને છે ત્યારે કેટલાક લોકો તરત જ બોલી ઉઠે છે કે આવું બધું લોકશાહીને કારણે બની રહ્યું છે. ભારતમાં લોકશાહી ચાલે જ નહીં, કારણ કે…

View original post 1,950 more words

‘અભીવ્યક્તી’

ભારતીય સંસ્કૃતી વીરુદ્ધ આર્ય સંસ્કૃતી

એન. વી. ચાવડા

આશ્ચર્યની વાત એ છે કે આજના આધુનીક જ્ઞાન–વીજ્ઞાનના યુગમાં પણ આપણા મોટાભાગના પ્રબુદ્ધ વીદ્વાનો પણ આર્ય સંસ્કૃતીને જ ભારતીય સંસ્કૃતી માને છે. અર્થાત્ બન્ને સંસ્કૃતીને એક જ સંસ્કૃતી માને છે; પરન્તુ વાસ્તવીકતા તો તદ્દન જુદી જ છે; કારણ કે હકીકતમાં ભારતીય સંસ્કૃતી અને આર્ય સંસ્કૃતી પરસ્પરથી ભીન્ન જ નહીં; પરન્તુ વીપરીત પણ છે. વાસ્તવીકતા એ છે કે લગભગ છેલ્લાં સાડા ત્રણ હજાર વર્ષ કરતાંયે વધારે સમયથી બન્ને સંસ્કૃતીઓ પરસ્પરનો સંઘર્ષ અને સમન્વય કરતાં કરતાં જ સાથે જ વીકસતી રહી, અસ્તીત્વ ધરાવતી રહી છે, જેને કારણે આટલા બધા પ્રલમ્બ સમય દરમીયાન બન્ને સંસ્કૃતીઓનાં તત્ત્વો પરસ્પરમાં ભળી ગયાં હોય, કેટલાંક તત્ત્વો એકદમ ઓતપ્રોત પણ થઈ ગયાં હોય, કેટલાંક અર્ધા–પર્ધા એકબીજામાં ભળ્યાં હોય અને કેટલાંક તત્ત્વો અલગ પણ રહી ગયા હોય, તેથી તેમની વચ્ચેના ભેદો આજે જલદીથી માલુમ ન પડે એવું પણ બની શકે. પરન્તુ ઝીણવટથી અભ્યાસપુર્ણ નજરે જોવામાં આવે તો એ બે સંસ્કૃતીઓ…

View original post 1,951 more words

Dinesh panchal blog

         કેટલાંક ભાષાપ્રેમીઓ ગુજરાતી ભાષા મરી રહી છે એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. માતૃભાષાને જીવાડવાની એમની લાગણીને લાખો સલામ, પણ તેના દેહ પર જૂની જોડણીની કાંટાળી વાડ છે તે નાબુદ કરવાનું તેમને સૂઝતું નથી. કહેવાતા મોટા સાહિત્યકારો પણ છાસવારે ખોટી જોડણી લખે છે. પણ તેમને એક જ ‘ઉ’ (હસ્વ ઉ) અને એક જ ‘ઈ’ (દીર્ઘ ઈ) વાળી ઉંઝા જોડણી સ્વીકાર્ય નથી.  પ્રશ્ન થાય છે, શું આપણે સેંકડો ક્ષતિઓવાળી ગુજરાતી ભાષાને એવા જ દુષિત સ્વરુપમાં આગળ લઇ જવી છે? હવે પછીની નવી પેઢી અઘરા દાખલા જેવી ગુજરાતી જોડણી શીખવાનો ઉમળકો બતાવશે ખરી? આપણે માત્ર એટલું કરવાનું છે કે જૂના કંગનમાં વપરાયેલા ચોવીસ કૅરેટના સોનાને જાળવી રાખવાનું છે. માત્ર કંગનની ડિઝાઇન બદલવાની છે. મતલબ ભાષા સાચવી રાખવાની છે પણ તેમાં જરૂરિયાત પ્રમાણે સમયલક્ષી સુધારો કરવાનો છે. સમજો તો વાત સાવ સરળ છે. માતૃભાષાને જરૂર પ્રેમ કરવો જોઈએ. પણ તેમાં વિવેકબુદ્ધિ હોવી જોઈએ. અર્થાત્ માતાને માથામાં પડેલા ચાંદાનો ઇલાજ…

View original post 205 more words

108 Names of Mahadev-મહાદેવનાં 108 નામો

મહાદેવનાં 108 નામો સહીત મંત્રજાપ કરવો હોય તો મોરબીનાં બહેન જયશ્રી એસ. ચૌહાણના સૌજન્યથી. એ માટે આ લીન્ક પર ક્લીક કરો.

108 Names of Mahadev

Satyanarayan Pooja – Katha સત્યનારાયણ પૂજા-કથા

સત્યનારાયણની પૂજા અને કથાની PDF ફાઈલ માટે ક્લીક કરો:

Satya Narayan Pooja-Katha

છઠ્ઠીની વીધી

છઠ્ઠીની વીધીઃ બાળકના જન્મ પછી કરવામાં આવતી આ વીધી માટે એક માગણી આવી. આથી આ વીધી બધાંની જાણ માટે અહીં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં મુકું છું. કદાચ કોઈને જરુર પડે તો ઉપયોગ કરી શકાય.

છઠ્ઠીની વીધી

સામગ્રીઃ ૧. સફેદ કાપડનો ટુકડો ૨. પાટલો કે બાજઠ ૩. કોરો સફેદ કાગળ ૪. લખવા માટે પેન ૫. પુજાનાં ફુલ ૬. પુજામાં વપરાતું સફેદ કાચું સુતર ૭. સાત ધાન્યોનું વરડું (ફણગાવેલાં ધાન્યો-કઠોળ, અનાજ) ૮. દીવો ૯. કંકુ

બાળકના જન્મના છઠ્ઠા દીવસે વીધાતા એના ભાગ્યના લેખ લખે છે, તેની આ ધાર્મીક વીધી છે. આ વીધી સાંજે સુર્યાસ્ત પછી કરવામાં આવે છે, દીવસ દરમીયાન નહીં. બધી તૈયારી અને વીધી બાળકની ફોઈ કરે છે. બાળકની મા જો ઘરે હોય તો તેણે દીવો સળગાવવાની વીધી કે સળગેલો દીવો જોવા માટે હાજર રહેવું નહીં. જ્યાં સુધી દીવો સળગતો હોય ત્યાં સુધી માએ એ રુમમાં જવું નહીં. આથી દીવો પેટાવવાની વીધી છેલ્લે કરવી-જો બાળકની મા હાજર હોય તો.

પહેલાં બાજઠ કે પાટલા પર સફેદ કપડું પાથરવું. તેના પર સફેદ કોરો કાગળ, પેન, (પહેલાંના દીવસોમાં શાહીનો ખડીયો અને કલમ મુકવામાં આવતાં કેમ કે લખવાનાં સાધનો તે હતાં.) અને ફણગાવેલાં કઠોળ-અનાજનો વાડકો મુકવાં. કાચા સુતરનો દોરો બાળકના બંને પગ પર ઘુંટી આગળ વીંટીને બાંધવો. બાળકને ચાંલ્લો કરવો. પાણીમાં કંકુ કાલવી બાળકના બંને પગના તળીયે લગાડવું. (થાળીમાં કંકુ કાલવી બાળકને તેના પર ઉભું રાખવાથી એ સહેલાઈથી કરી શકાય.) આ બંને પગની છાપ બાજઠ પર પાથરેલા સફેદ કપડા પર પાડવી.

છેવટે દીવો સળગાવી બાળકના પીતાએ પગે લાગવું. આ વીધી પહેલાં માતાએ એ જગ્યા છોડી જવી, અને દીવો બળતો હોય ત્યાં સુધી ત્યાં આવવું નહીં. એટલે કે સળગતો દીવો એણે જોવો નહીં.

બાળકની ફોઈ બાળક માટે લાવેલ ભેટ-સોગાદ બાજઠ આગળ મુકશે. (સામાન્ય રીતે આ ભેટ બાળક માટેનાં કપડાંની હોય છે.)

બીજા દીવસે ફણગાવેલ કઠોળ-અનાજનો વાડકો ઘરના વાડામાં લઈ જવામાં આવે છે, અને થોડા દીવસો નીયમીત પાણી આપવામાં આવે છે. જેમ એ ફણગા વધતા જાય તેમ બાળકની પણ વૃદ્ધી થતી જાય છે એમ માનવામાં આવે છે.

You need these things: 1. A piece of white cloth 2. Patlo (flat wooden seat) or Baajat 3. blank white paper 4. ballpoint pen or something to write with 5. flowers 6. white cotton (that we use for Puja not for sewing) 7. sprouts of seven kind of pulses or grain 8. lamp (divo) 9. Kanku (red turmeric)

This is a ceremony on the day that God Vidhata (the creator) writes fortune of the baby. ( We believe that is on the 6th day.) This ceremony is done at night; not during day time. All the preparation is done by Foi. If mother of the baby is present there, she should not witness lightening lamp, that is why the lamp is kindled at the end of the ceremony.

First put a piece of white cloth on Baajat. Put a blank white paper, flowers, ballpoint pen (in old days they used to put inkpot and reed), and sprouts (in a small bowl-Vadko). Wrap white cotton around baby’s ankles. Do a Chanllo to baby. Put some kanku mixed in water on bottom of baby’s feet and make impressions of both feet on white cloth on Baajat.

Kindle the lamp and only father of baby will bow down at Baajat. Mother of the baby should leave the room where this is done before lightening the lamp and should not return there when the lamp is still burning. That is she should not see that lamp.

Foi of the baby will place all the presents she bought for baby in front of the Baajat. (Generally these are clothes for baby.)

The bowl of sprouts is taken at back yard and placed there on the following day. It should be watered every day for few days. As the sprouts grow the baby will also grow.