Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2008

પૂજાની શરૂઆત
દૂર્વા વડે યજમાન પર, આસન પર અને આજુબાજુ પાણી છાંટવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,
यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः.
(પવિત્ર હોય કે અપવિત્ર હોય, કોઈ પણ પરિસ્થિતિમાં મુકાયા હો, પરંતુ જેને ભગવાનનું સ્મરણ થઈ જાય છે, તેનું અંતર-બાહ્ય બધું જ શુદ્ધ અને પવિત્ર હોય છે.)
આચમન- ડાબા હાથ વડે ચમચી પકડી જમણા હાથમાં પાણી લેવું. મંત્ર બોલાયા પછી દરેક વખતે પાણી પી જવું.
ॐ केशवाय नमः, ॐ नारायणाय नमः, ॐ माधवाय नमः.
ફરીથી પાણી લઈ હાથ ધોવા.-
ॐ गोविंदाय नमः
ચાંલ્લા-
स्वस्तिस्तु पाविनि साक्षात् पूण्यकल्याण वृद्धिदा,
विनायक प्रिया नित्या तां च स्वस्तिं ब्रुवन्तु नः.
નાડાછડી- (અશુભ પ્રસંગે નહિ)
येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल,
तेन त्वामऽपि बद्धनामि रक्षे मा चल मा चल.
यावद् भागीरथी गंगा यावद् देवो महेश्वर,
यावद् वेदा प्रवर्तंते तावत्त्वं विजयी भव.
નમસ્કાર-
ॐ श्रीमन्न महागणाधिपतये नमः, ॐ गुरवे नमः, परमेष्ठी गुरवे नमः, परात्पर गुरवे नमः, ईष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः, ग्राम देवताभ्यो नमः, वास्तु देवताभ्यो नमः, वाणीहिरण्यगर्भाभ्यां नमः, लक्ष्मीनारायणाभ्यां नमः, उमामहेश्वराभ्यां नमः, शचीपुरंदराभ्यां नमः, मातापिताचरण कमलेभ्यो नमः, नवग्रह देवताभ्यो नमः, षोडशमातृकेभ्यो नमः, सर्वेभ्यो देवताभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः,
ॐ एतत् कर्म प्रधान देवताभ्यो नमः.
દિગ્બંધન- ડાબા હાથમાં ચોખા લઈ જમણો હાથ ઢાંકી રાખવો.
ॐ अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिता,
ये भूता विघ्न कर्तारस् ते नश्यन्तु शिवाज्ञया.
अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशम्,
सर्वेषाम विरोधेन शांतिकर्म}
हवनकर्म}
वास्तुशांति} करोम्यहम्.
गृहशांति}
गणेशपूजा}
चौलकर्म}
यदत्र संस्थितं भूतं स्थानमाश्रित्य सर्वतः
स्थानं त्यक्त्वा तु तत्सर्वं यत्रस्थं तत्र गच्छतु.
भूतानि राक्षसा वाऽपि येऽत्र तिष्ठन्ति केचन,
ते सर्वप्य गच्छन्तु देवपूजां करोम्यहम्.
-પોતાની ફરતે ચોખા ચારે દિશામાં વર્તુળાકારે વેરવા.(પૂર્વ દિશાથી શરૂ કરી ઘડિયાળની દિશામાં)
–દિવો, અગરબત્તી સળગાવવાં.
પ્રાણાયામ- સાત પ્રાણાયામ કરવા. પ્રાણાયામ ન કરી શકો તો મંત્ર બોલી ભગવાનને ફૂલ ચડાવવું.
(१) ॐ भुः (२) ॐ भूवः (३) ॐ स्वः (४) ॐ महः (५) ॐ जनः (६) ॐ तपः (७) ॐ सत्यम्.
અંગસ્પર્શ- ડાબા હાથમાં પાણી લેવું. જમણા હાથની વચલી બે આંગળીઓ એ પાણીમાં બોળી નીચે મુજબ શરીરનાં જુદાં જુદાં અંગોને સ્પર્શ કરવો.
ॐ वांगमे आस्ये अस्तु (હોઠ)
ॐ नसोर्मेप्राणाः अस्तु (નાક)
ॐ अक्ष्णोर्मे चक्षुः अस्तु ( આંખ)
ॐ कर्णयोर्मे श्रोतं अस्तु (કાન)
ॐ बाह्वोर्मे बलम् अस्तु (ખભા)
ॐ ऊर्वोर्मे ओजः अस्तु (ઘૂંટણ)
ॐ अरिष्टानि मे अंगानि तनुस्तन्वा
मे सह सन्तु (વધેલું પાણી આખા શરીરે છાંટી દેવું.)

Advertisements

Read Full Post »

હીન્દુ ધર્મમાં લગભગ બધી જ વીધીઓની શરુઆત પવીત્રીકરણથી કરવામાં આવે છે. પુરાણા કાળમાં લોકો પાસે કેલેન્ડરો ન હતાં, આથી પુજા કરાવનારા પ્રથમ વાર, તીથી, સંવત વગેરેની માહીતી આપતા. આજે ખરેખર એ બધાંની કશી જરૂર નથી. વળી મોટા ભાગે આજે બધા જ લોકો અંગ્રેજી તારીખનો ઉપયોગ કરે છે, આથી વીક્રમ સંવત, તીથી વગેરેનું ખાસ મહત્વ પણ રહ્યું નથી. વળી જાતે પુજા કરીએ ત્યારે એની જરુર પણ રહેતી નથી. તો પુજા શરુ કરતાં પહેલાં બધી જરુરી સામગ્રી તૈયાર રાખવી.
શરુઆતમાં સામાન્ય શાંતીહવનની માહીતી આપી છે. આ શાંતીહવન જે હેતુસર કરવાનો હોય તે મુજબ સામગ્રીની જરુર પડશે. જેમ કે મરણ પ્રસંગે ગતાત્માની શાંતી માટે કરવામાં આવતા સામાન્ય હવનમાં કળશપુજા કરવાની હોતી નથી, આથી માત્ર એક જ નાળીયેરની જરુર રહેશે.
હવન પુજા સામગ્રી
નાળીયેર ૧ કે ૨, સોપારી નંગ ૧૦, ચોખા-૫૦૦ ગ્રામ
ઘઉં, તલ, જવ, છીણેલું કોપરું બધું મળી ૧૦૦ ગ્રામ
સુખડના નાના ટુકડા વ્યક્તી દીઠ ૪ પ્રમાણે
અગરબત્તી અને એનું સ્ટેન્ડ, કંકુ અને એની વાડકી
દીવો, રૂ, દીવાસળી, ઘી, છૂટાં ફૂલ- ૪૦થી ૫૦
હવનપડી(હવન સામગ્રી), એને માટે એક મોટો વાડકો- Bowl, કપુર ૩ થી ૪ મોટા ટુકડા
લાલ કાપડનો ટુકડો- અડધો મીટર
થાળી-૨, વાડકી અને ચમચી- વ્યક્તી દીઠ ૨-૨, એક મોટો ચમચો લાંબા હાથાનો
ઘી-આહુતી માટે ૫૦૦ ગ્રામ
આરતી, હવનકુંડ, લાકડાં, પ્રસાદ
શુભ કાર્યના હવન માટે આ ઉપરાંત
તાંબાનો કળશ, ગણપતીની મૂર્તી, ભગવાનની મૂર્તી, નાનું તરભાણુ
નાડાછડી, દુર્વા(દરોઈનું ઘાસ), પંચપલ્લવ(પાંચ જાતનાં નાના પાંદડાં ૧-૧), પંચધાન્ય( પાંચ જાતનું અનાજ-એક ચપટી )
સફેદ કાપડનો ટુકડો – અડધો મીટર
ચંદન, અબીલ, ગુલાલ, સીંદુર, ગુલાબજળ
દૂધ, દહીં, મધ, સાકર, ગોળ
નાગરવેલ(ખાવા)નાં પાન- એકબે, એલચી, લવીંગ
ઘઉં-૨૦૦ ગ્રામ(ષોડશ માતૃકાના સ્થાપન માટે)
ગણપતીની મુર્તી અને તરભાણુ, ભગવાનની મૂર્તી
બે પાટલા કે નાનાં બાજઠ
પુજાની સામગ્રી પૈકી જે મળી શકે તેમ હોય તેનો ઉપયોગ કરવો. જો કોઈ વસ્તુ ન મળી શકતી હોય તો તેની અવેજીમાં ચાલી શકે તેવી વસ્તુ વાપરી શકાય. વળી કેટલીક વખત સોનું, મોતી, માણેક જેવી વસ્તુનો પણ ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું હોય છે. આવી વસ્તુની અવેજીમાં ચોખા વાપરી શકાય. આ વસ્તુઓ જણાવવા પાછળનો આશય ખરેખર એટલો જ હોય છે કે, આપણી પાસે ગમે તેટલી કીમતી વસ્તુ હોય તે પણ આપણી નથી, મૃત્યુ આવશે અને બધું છીનવાઈ જશે. આ હકીકત યાદ રહે એટલા માટે જ એનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે, નહીં કે પુજા કરાવનારના લોભને સંતોષવા.

Read Full Post »

ક્રીયાકાંડ શા માટે?

હીન્દુ ધર્મનો મુળભુત હેતુ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો તે જ છે. એ શી રીતે થાય? માર્ગો અનેક છે. ક્રીયાકાંડ એ પણ એ માટેનો જ એક માર્ગ છે.

સામાન્ય રીતે આપણે દેહને જ સર્વસ્વ માનીએ છીએ. એમાં વસી રહેલ ચૈતન્યને આપણે જાણતા નથી, એને આપણે ઓળખતા નથી. અરે, મૃત્યુ પછી મડદું બનેલ દેહને પણ જેનું મૃત્યુ થયેલ હોય છે તે જ એ છે એવું માનીને આપણે વ્યવહાર કરીએ છીએ. આ ચૈતન્યને કેટલાક આત્મા કહે છે. અને જેમ અલગ અલગ રીતે ઉત્પન્ન થયેલ, જુદા જુદા માધ્યમો દ્વારા પ્રગટ થતી વીદ્યુત એક જ હોય છે, કેમ કે એ શક્તીનો એક પ્રકાર છે, તેમ અનેક માધ્યમો દ્વારા પ્રગટ થતો આત્મા પણ એક જ છે. કદાચ એ વીદ્યુતથી પણ સુક્ષ્મ શક્તીનો એક પ્રકાર છે. (સુક્ષ્મ કહેતાં પણ આપણા મનમાં તો પદાર્થનો જ ખ્યાલ ઉત્પન્ન થાય છે, પણ આપણી નબળાઈ એ છે કે જેને શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકાય તેને માટે પણ શબ્દોનો જ ઉપયોગ કરવો પડે છે. આથી જે કહીએ છીએ તે અસત્ય બની જાય છે.) આથી એ સમગ્ર આત્મા-ચૈતન્યના અનાદી, અનંત, સદૈવ, સર્વવ્યાપી, સદા વીસ્તરતા મહાસાગરને કેટલાક લોકો પરમાત્મા કહે છે.

જેમ વીદ્યુત વગેરે શક્તીને આપણે જોઈ શકતા નથી, માત્ર એની અસર આપણે અનુભવી શકીએ છીએ. તે જ રીતે ચૈતન્યને પણ આપણે જોઈ શકતા નથી, પણ જે માધ્યમ વડે એ પ્રગટ થાય છે તેના વડે આપણે એનું અસ્તીત્વ સ્વીકારીએ છીએ.

આ ચૈતન્યને આપણે કેમ ઓળખી શકતા નથી એ આપણી અંદર હોવા છતાં? કેમ કે આપણું ધ્યાન કદી વર્તમાન ક્ષણમાં હોતું નથી. વર્તમાન ક્ષણ એટલી બધી સુક્ષ્મ છે કે સતત આ ક્ષણમાં રહેવું બહુ જ મુશ્કેલ, લગભગ અશક્ય જેવું લાગે છે, સીવાય કે એને માટેની યોગ્ય પરીસ્થીતીનું નીર્માણ કોઈક રીતે થાય.

કેટલાકનું કહેવું છે કે એ યોગ્ય પરીસ્થીતી એટલે નીર્વીચાર સ્થીતી. મનમાં વીચારનું સહેજ પણ સ્પંદન ન હોય. આ સ્થીતી ક્રીયાકાંડ કરતાં પણ કદાચ પેદા થઈ શકે. જેને એમાં એટલી બધી આસ્થા હોય કે વીધી કરતાં એમાં એવા ડુબી જાય કે મનમાં સહેજ પણ કોઈ પણ જાતનું વીચારનું મોજું પેદા ન થાય. અને એ ક્ષણે આ ચૈતન્યની ઝલક મળી શકે.

મારી દૃષ્ટીએ ક્રીયાકાંડ પાછળ આ હેતુ છે.

Read Full Post »

આજકાલ ક્રીયાકાંડનું મહત્ત્વ જાણે ઘણું વધી ગયેલું લાગે છે. એમાં વીધી કરાવનારનો આશય ધનપ્રાપ્તી હોય એવું કેટલાક કીસ્સામાં જોવા મળે છે. બધા જ પ્રકારની ધાર્મીક વીધીઓ જાતે પણ કરી શકાય. આ બાબત ધ્યાનમાં રાખી વીસેક વર્ષ સુધી મેં કરાવેલ કેટલીક વીધીઓની વીગત આપવા વીચાર્યું છે. આપનાં સલાહસુચનો આવકાર્ય છે.

Read Full Post »