આ લગ્નવીધી ખાસ ન્યુઝીલેન્ડના હીન્દુ સમાજ માટે વર્ષો પહેલાં મારા શ્રદ્ધેય મુરબ્બી સાળાભાઈ સ્વ. નરસીંહભાઈએ અપનાવી હતી. એમણે લગભગ ત્રીસેક વર્ષ સુધી ભારતીય સમાજની નીસ્વાર્થભાવે સેવા કરી હતી. એમણે ન્યુઝીલેન્ડમાં કરેલી આ સેવાની કદર તરીકે ઈન્ગ્લેન્ડની રાણી તરફથી QSM નો ઈલ્કાબ એમને એનાયત કરવામાં આવેલો.
આ લગ્નવીધીમાં સમય મુજબ વીસેક વર્ષ દરમીયાન મેં થોડા ફેરફાર કર્યા છે. પરદેશમાં ઘણા લોકો ગુજરાતી સમજી શકતા નથી હોતા, આથી અંગ્રેજીમાં પણ કેટલીક વીગતો સમજાવવામાં આવે છે. સમયની પ્રતીકુળતા હોય તો ક્યાં તો માત્ર ગુજરાતીનો અથવા માત્ર અંગ્રેજીનો જ ઉપયોગ કરી શકાય.
આખી લગ્નવીધી એકી સાથે ન મુકતાં હું એને ટુકડે ટુકડે મુકવાનું વીચારું છું.
પુર્વતૈયારીઃ નવગ્રહસ્થાપન, ષોડશમાતૃકાસ્થાપન, ગણપતીની મુર્તી, ભગવાનની મુર્તી, કળશસ્થાપન, દીવો, અગરબત્તી, હવનકુંડમાં લાકડાં, ટેબલ શણગારી તેના પર ફુલ વગેરે તૈયારી વીધી શરુ કરતાં પહેલાં કરી લેવી. વીધી શરુ કરવાના એક કલાક પહેલાં અથવા શક્ય હોય ત્યાં આગલા દીવસે જઈને હું આ તૈયારી કરી લેતો. પુર્વતૈયારીમાં એકાદ કલાકનો સમય લાગી શકે.
Leave a comment