Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2009

અંતીમ ક્રીયાવીધી (ફ્યુનરલ સર્વીસ)

આજથી અંતીમ ક્રીયાવીધી વીષે લખવા વીચારું છું. અમારા શ્રદ્ધેય સ્વ. ભાઈ નરસીંહભાઈએ અપનાવેલ વીધી આજે પણ અહીં ન્યુઝીલેન્ડમાં યથાતથ ચાલુ રહી છે. પરીસ્થીતી મુજબ આ વીધીમાં જરુરી ફેરફાર કરી શકાય.

મૃત્યુ વીષેના શબ્દો માત્ર ઉદાહરણ તરીકે મેં આપ્યા છે. વીધી કરાવનારને યોગ્ય લાગે તે શબ્દો કહી શકાય.

પ્રથમ ગતાત્માને વીષે બે શબ્દો કહ્યા બાદ મૃત્યુ વીષે પહેલાં અંગ્રેજીમાં અને ત્યાર બાદ જરુરત મુજબ ગુજરાતીમાં કે હીન્દીમાં કહેવામાં આવે છે. સંસ્કૃત શ્લોકોનું ભાષાંતર પણ જરુર મુજબ ગુજરાતી કે હીન્દી બે પૈકી એક જ ભાષામાં વાંચવામાં આવે છે, અને ત્યાર બાદ અંગ્રેજીમાં ગીતા વાંચવામાં આવે છે. નરસીંહભાઈના સમયમાં અહીં હીન્દીભાષીઓ વધુ પ્રમાણમાં નો’તા, આથી હીન્દીનો ઉપયોગ તે સમયે ખાસ થતો નહીં.

Advertisements

Read Full Post »

લગ્નવીધી પુસ્તકાકારે ડાઉનલોડ કરવા ક્લીક કરોઃ     lagnavidhi

Read Full Post »

આશીર્વાદ અને પુર્ણાહુતી

બ્રાહ્મણ હાથમાં પુષ્પ અને અક્ષત લઈ વર-કન્યાને આશીર્વાદ આપે.

श्री कृष्णः कुशलं करोतु भवतां धाता प्रजानां सुखम् |

निर्विघ्नं गणनायकप्रतिदिनं भानुः प्रतापोदयम् ||

शंभुस्ते धनधान्य कीर्तिमतुलां दुर्गाऽरिनाशं सदा |

गंगा ते खलु पापहा निशिदिनं लक्ष्मीस्सदा तिष्ठतु ||

પુષ્પ અને અક્ષત વધાવી દેવા.

વર-કન્યાને ચાંલ્લો કરવો.

स्वस्ति न ईन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदा |

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति र्दधातु ||

વીસર્જન

यान्तु देवगणाः सर्वे पूजामादाय मामकीम् |

ईष्टकाम प्रसिद्ध्यर्थ मया पुनरागमनाय च ||

गच्छागच्छ सुर श्रेष्ठ स्वस्थाने परमेश्वर |

यत्र ब्रह्मा दयोदेवास् तत्र गच्छ हुताशन ||

गच्छ त्वं भगवनग्ने स्वस्थाने कुंड मध्यम |

हुतमादाय देवेभ्य शीघ्रं देहि प्रसीद मे ||

સમાપ્ત

Read Full Post »

સુર્યદર્શન

વર કન્યાને સુર્યનું દર્શન કરવાનું કહે…

ॐ तत्चक्षु र्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्

पश्येम शरदः शतं जीवेम शरदः शतम् |

श्रृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम्

अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ||

હે સદા જાગૃત પરમેશ્વર ! તું અનાદીથી સૌનો માર્ગદર્શક અને હીત કરનાર છે. અમે તારી કૃપાથી સો વર્ષ જોઈએ, સો વર્ષ જીવીએ, સો વર્ષ સાંભળીએ, સો વર્ષ બોલીએ, સો વર્ષ દીન ન થઈએ અને એવી રીતે સો વર્ષથી પણ વધારે જીવીએ.

Oh all conscious supreme God ! You are the guide and benefactor to all of us. Let us have your grace to live for hundred years, let us see for hundred years, let us hear for hundred years, let us speak for hundred years, let us not be poor for hundred years, and like that let us live for more than hundred years.

Read Full Post »

સપ્તપદી

સળગાવેલ અગ્નીની ઉત્તર દીશામાં સાત મંડળ બનાવવાં. વર-કન્યાને (કન્યાને વરની જમણી બાજુ) ઉત્તરાભીમુખ ઉભાં રાખવાં. એક પદ પછી બંનેએ જમણો પગ આગળ મુકવો. જ્યાં જમણો પગ મુક્યો હોય ત્યાં ડાબો પગ લઈ જવો. પ્રથમ વર અને પછી કન્યા. એ રીતે ઉત્તર દીશામાં સાત પગલાં ભરવાં.

१. प्रभुने प्रार्थीए आजे अन्नादि भरपुर हो |

प्रभु केरी कृपा साथे पगलुं पहेलुं भरो भरो ||

Oh my beloved! Let us pray to the supreme God to have us enough to sustain our physical existence taking the very first step with His grace.

२. तेजस्विता वधो बेउनी, ध्यान, अभ्यास, ज्ञानथी

धर्मधीर पुरुषार्थे बीजुं पगलुं भरो भरो ||

Oh my beloved! Let us take the second step to acquiring self knowledge by practicing meditation and inner study with righteous efforts.

३. धर्मोचित पुरुषार्थे धनादि ऐश्वर्यो मळो |

ऐश्वर्य नम्रताधारी, त्रीजुं पगलुं भरो भरो ||

Oh my beloved! We now take the third step to get wealth with humbleness by religious efforts.

४. प्रसन्न चित्त ऐश्वर्ये, द्वेष क्लेश मटे वृथा

सर्वनी उन्नति माटे चोथुं पगलुं भरो भरो ||

Oh my beloved! We now take the fourth step to have a happy, joyous state of mind for social services-salvation.

५. परिवार केरा पालनार्थे अर्पो शक्ति प्रभो तमो |

सुरक्षा उन्नति माटे पंचम पगलुं भरो भरो ||

Oh my beloved! At the fifth step, we pray to the almighty God to give us enough strength and awareness to look after our needy elders.

६. बलिष्ठ अने परमार्थी शुद्ध जन्मो प्रजा प्रभो |

सर्वथा संयम श्रेय काजे, छठ्ठुं पगलुं भरो भरो ||

Oh my beloved! Let us pray so that we have descendants strong and always ready to help others with the grace of God.

७. बेउनी प्रसन्नता माटे प्रभुतामां पळो सदा |

सख्यता समानता काजे सप्तम् पगलुं भरो भरो||

Oh my beloved! Now we take the seventh and last step so that we will be always cheerful, friendly, and maintain equality with each other and in love with God.

Read Full Post »

મંગલ પ્રદક્ષીણા

प्रथमे मंगले यस्य स्मरणं कुरुतामूभौ |

प्रजापति प्रसादात्तु द्वयो सौख्यं भविष्यति ||

द्वितीये मंगलेऽप्यग्नेः स्मरणं संस्मृतं शुभम्|

पुत्रपौत्र सुखं दद्यात् वह्नि प्रीतस्तु सर्वदा ||

तृतीये मंगलेऽपि एवं मुरारी रमया सह |

प्रदद्यात् सुहृदाम् प्रीतिं सर्व शर्म विधायिनीम् ||

चतुर्थ मंगले भगाय नमः इदं भगाय न मम् |

ॐ प्रजापतये नमः इदं प्रजापतये न मम् ||

મંગળ સુત્ર

सूत्रं मांगल्य संयुक्तं कंठे बध्नामि ते प्रिये |

सौख्यमेवं सौभाग्यं द्योतकं सुमनोहरम् ||

સુત્ર માંગલ્ય ઓતપ્રોત કંઠારોપું મનોહર,

દ્યોતક સખ્ય તણું ખરે તથા સૌભાગ્ય તુજ પ્રીયે.

હે પ્રીયે ! મંગળ ભાવના વડે ઓતપ્રોત આ મનોહર સુત્ર તારા ગળે આરોપીત કરું છું. એ આપણા સાહચર્ય અને તારા સૌભાગ્યનું પ્રતીક છે.

Oh my beloved ! I put on to you this beautiful necklace which has absorbed auspiciousness and is saturated with it. It is a symbol of our friendship and your eternal happy married life.

Read Full Post »

ગૌત્ર પુજન

ફુલ આપવાં.

ॐ मातापिताचरण कमलेभ्यो नमः | कुलदेवताभ्यो नमः ||

मातृ देवो भव पितृ देवो भव पितृभ्य पितामहेभ्य |

परेभ्यो वरेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ||

मातृ देवो भव पितृ देवो भव पितृभ्य पितामहेभ्य |

परेभ्यो वरेभ्यस्त तेभ्यस्तता महेभ्यो नमः ||

-અમને આ પૃથ્વી પર દેહ આપનાર અમારાં માતાપીતા, અમારાં માતામહ, પીતામહ અને તેમનીયે આગળ થઈ ગયેલા સર્વ પુર્વજો- અમારા બંનેનાં ગોત્રમાં થઈ ગયેલા સહુ પુર્વજોનાં અમે ઋણી છીએ. તમારા એ ઋણનો ભાવભીના અંતરથી સ્વીકાર કરીને અમે આજે અમારી ભાવનાનાં પુષ્પો તમને અર્પણ કરીએ છીએ.

અમારા આજના લગ્ન પ્રસંગે તમે પ્રત્યક્ષ હો, પરોક્ષ હો કે અંતરીક્ષ હો, પરંતુ હે ગૌત્ર દેવતાઓ ! તમારા આશીર્વાદ અમારા જીવનમાં હંમેશાં વરસતા રહો એવી કૃપા અમે વાંછીએ છીએ.

On this occasion we acknowledge our obligation to our parents who brought us on this planet earth and also to our grand parents and great grand parents and all our ancestors of both of us. We accept our obligation towards you whole heartedly and we offer the flowers of our good intention to you. On this occasion of our wedding, whether you are present here physically, spiritually or in heaven, but Oh Gotra Devta! we beg you to have us your kindness and grace during our whole life time. (Offer flowers and bow down )

વર-કન્યા બંનેનાં માતા-પીતાને સ્ટેજ પર આમંત્રણ આપવું.

દુર્વા વડે પાણી છાંટવું.

ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा |

यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचि ||

બધાંને ચાંલ્લો કરવો.

स्वस्तिस्तु पाविनी साक्षात् पूण्यकल्याण वृद्धिदा||

विनायक प्रिया नित्यां त्वां च स्वस्तिं ब्रुवन्तु नः||

ચારે જણાએ ઘી-સામગ્રીની આહુતી આપવી.

ॐ प्रजापतये नमः स्वाहा | अग्नये० | विष्णवे० |

षोडश मातृकेभ्यो० (૩ કે ૧૬ વખત-સમય મુજબ ) | सूर्याय० | चंद्रमसे० | भौमाय० | बुधाय० | बृहस्पतये० | शुक्राय० | शनिश्चराय० | राहवे० | केतवे० ||

ॐ कुलदेवतायै नमः स्वाहा ( ૭ વખત )

– માતા-પીતા પરસ્પર નમસ્કાર કરી પોતાની જગ્યા લેશે.

Read Full Post »

Older Posts »