Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Uncategorized’ Category

ખુબ જ સુંદર જાણવા જેવી માહીતી. આજ સુધી જે ભ્રમણા ફેલાવવામાં આવી છે, કે મારા મનમાં જે હતી તેનું નીરસન થયું.

‘અભીવ્યક્તી’

જન્મ :15/04/1921 અવસાન : 15/01/2017

સદ્ ગત હીમ્મતલાલ જોશી અતાઈ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા અભીવ્યક્તીબ્લોગ પર ચાર્વાકદર્શનની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ઈ.બુક પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. આ લેખમાળાનો એક જ લેખ હવે મુકવાનો બાકી છે. તે લેખની સાથે જ આદરણીય આતાદાદાને ચાર્વાકદર્શન ઈ.બુક અર્પણ કરીનેઅભીવ્યક્તીપરીવાર તેમને ઈ.અંજલીઆપશે.

લોકશાહી:પ્રાચીન ભારતીય શાસન પ્રણાલી

એન. વી. ચાવડા

આપણા સામ્પ્રત સમયના રાજકારણ અને સમાજજીવનના ક્ષેત્રમાં બંધારણીય કાયદા–કાનુનના ભંગ અને નીષ્ફળતાની કોઈક અઘટીત ઘટના બને છે ત્યારે કેટલાક લોકો તરત જ બોલી ઉઠે છે કે આવું બધું લોકશાહીને કારણે બની રહ્યું છે. ભારતમાં લોકશાહી ચાલે જ નહીં, કારણ કે…

View original post 1,950 more words

Advertisements

Read Full Post »

‘અભીવ્યક્તી’

ભારતીય સંસ્કૃતી વીરુદ્ધ આર્ય સંસ્કૃતી

એન. વી. ચાવડા

આશ્ચર્યની વાત એ છે કે આજના આધુનીક જ્ઞાન–વીજ્ઞાનના યુગમાં પણ આપણા મોટાભાગના પ્રબુદ્ધ વીદ્વાનો પણ આર્ય સંસ્કૃતીને જ ભારતીય સંસ્કૃતી માને છે. અર્થાત્ બન્ને સંસ્કૃતીને એક જ સંસ્કૃતી માને છે; પરન્તુ વાસ્તવીકતા તો તદ્દન જુદી જ છે; કારણ કે હકીકતમાં ભારતીય સંસ્કૃતી અને આર્ય સંસ્કૃતી પરસ્પરથી ભીન્ન જ નહીં; પરન્તુ વીપરીત પણ છે. વાસ્તવીકતા એ છે કે લગભગ છેલ્લાં સાડા ત્રણ હજાર વર્ષ કરતાંયે વધારે સમયથી બન્ને સંસ્કૃતીઓ પરસ્પરનો સંઘર્ષ અને સમન્વય કરતાં કરતાં જ સાથે જ વીકસતી રહી, અસ્તીત્વ ધરાવતી રહી છે, જેને કારણે આટલા બધા પ્રલમ્બ સમય દરમીયાન બન્ને સંસ્કૃતીઓનાં તત્ત્વો પરસ્પરમાં ભળી ગયાં હોય, કેટલાંક તત્ત્વો એકદમ ઓતપ્રોત પણ થઈ ગયાં હોય, કેટલાંક અર્ધા–પર્ધા એકબીજામાં ભળ્યાં હોય અને કેટલાંક તત્ત્વો અલગ પણ રહી ગયા હોય, તેથી તેમની વચ્ચેના ભેદો આજે જલદીથી માલુમ ન પડે એવું પણ બની શકે. પરન્તુ ઝીણવટથી અભ્યાસપુર્ણ નજરે જોવામાં આવે તો એ બે સંસ્કૃતીઓ…

View original post 1,951 more words

Read Full Post »

Dinesh panchal blog

         કેટલાંક ભાષાપ્રેમીઓ ગુજરાતી ભાષા મરી રહી છે એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. માતૃભાષાને જીવાડવાની એમની લાગણીને લાખો સલામ, પણ તેના દેહ પર જૂની જોડણીની કાંટાળી વાડ છે તે નાબુદ કરવાનું તેમને સૂઝતું નથી. કહેવાતા મોટા સાહિત્યકારો પણ છાસવારે ખોટી જોડણી લખે છે. પણ તેમને એક જ ‘ઉ’ (હસ્વ ઉ) અને એક જ ‘ઈ’ (દીર્ઘ ઈ) વાળી ઉંઝા જોડણી સ્વીકાર્ય નથી.  પ્રશ્ન થાય છે, શું આપણે સેંકડો ક્ષતિઓવાળી ગુજરાતી ભાષાને એવા જ દુષિત સ્વરુપમાં આગળ લઇ જવી છે? હવે પછીની નવી પેઢી અઘરા દાખલા જેવી ગુજરાતી જોડણી શીખવાનો ઉમળકો બતાવશે ખરી? આપણે માત્ર એટલું કરવાનું છે કે જૂના કંગનમાં વપરાયેલા ચોવીસ કૅરેટના સોનાને જાળવી રાખવાનું છે. માત્ર કંગનની ડિઝાઇન બદલવાની છે. મતલબ ભાષા સાચવી રાખવાની છે પણ તેમાં જરૂરિયાત પ્રમાણે સમયલક્ષી સુધારો કરવાનો છે. સમજો તો વાત સાવ સરળ છે. માતૃભાષાને જરૂર પ્રેમ કરવો જોઈએ. પણ તેમાં વિવેકબુદ્ધિ હોવી જોઈએ. અર્થાત્ માતાને માથામાં પડેલા ચાંદાનો ઇલાજ…

View original post 205 more words

Read Full Post »

શ્રાદ્ધક્રીયાની આખી વીધી પુસ્તકાકારે વાંચવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરોઃ

Shradhkriya Vidhi

Read Full Post »

ત્રયોદશા શ્રાદ્ધ

વિષ્ણુના સ્થાપનના પાટલાની પાછળ એક પાટલા પર સફેદ કપડા પર ચોખાનું અષ્ટદળ કરવું. તેમાં વચ્ચે તાંબાનો કળશ મૂકવો.

કળશને નાડાછડી બાંધવી. પાણી ભરવું. પંચ પલ્લવ. દૂર્વા, ફૂલ, સોપારી, કંકુ, ચોખા, પંચ ધાન્ય વગેરે નાખવાં.

ॐ कलशे जलं पंचपल्लवाः दूर्वा पुष्पं पूगीफलं कुंकुमं अक्षतान् पंचधान्यं निक्षिपाम्यहम्.

ઉપર ચોખા ભરી તરભાણી મૂકવી. તેમાં એક સોપારી અને શ્રીફળ મૂકવું. કળશને ફરતા ૧૩ ચાંલ્લા કરવા. ૧૩ પૈસા અને ૧૩ સોપારી સ્થાપનમાં અષ્ટદળમાં મૂકવાં. પછી લલિતાદિ ૧૩ દેવતાઓનું નીચે મુજબ સ્થાપન કરવું.

જનોઈ ડાબી બાજુએ રાખવી. —ડાબા હાથમાં ચોખા લઈ જમણા હાથે બબ્બે દાણા વધાવવા.

१. ॐ ललितायै नमः ललितां  आह्वायामि  स्थापयामि. २. विश्वमात्रे- विश्वमातरं० ३. भद्रायै-भद्रां० ४. भुवनेश्वर्यै-भुवनेश्वरीं० ५. कंदर्पवासिन्यै-कंदर्पवासिनीं ६. आर्यायै-आर्यां० ७. मोक्षदायै-मोक्षदां० ८. रेवत्यै-रेवतीं०

९. पद्मायै-पद्मां० १०. श्रवण्यै-श्रवणीं० ११. क्षमायै-क्षमां० १२. कीर्त्यै-कीर्तीं० १३. देहगामै-देहगामां०

પૂજન–   ॐ ललितादि त्रयोदश देवताभ्यो नमः सर्वोपचारार्थे आसनं पाद्यं स्नानं आचमनं वस्त्रं यज्ञोपवीतं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् मुखवासं आचमनं दक्षिणां समर्पयामि.

શય્યા પધરાવવી (પ્રતિક તરીકે નાડાછડીનો ટૂકડો મૂકવો.)

જે દાન કરવાં હોય તેગોદાન, પંથિકદાન, લાડુ સહિત કુંભદાન, લોઢાનું, કપાસનું, સાત ધાન્યોનું, તેર જોડ પગરખાંનું, વસ્ત્રદાન વગેરે જે કરવું હોય તે.

દાન આપતી વખતે જનોઈ જમણી બાજુ કરવી, અને નીચેનો મંત્ર બોલવો.

ॐ काश्यप गोत्रस्य ………दासस्य(देव्याः) सर्व पापक्षयार्थं पूयशोणितयुत्

वैतरणी संज्ञक नद्यौ तारण पूर्वक सुखेन वैकुंठ भुवन प्राप्त्यर्थम्.

જનોઈ ડાબી બાજુ કરવી, અને હાથ જોડી રાખવા.

भूतद्रव्यं सर्वजनकल्याणार्थे संप्रददेऽम् तेने पापहा श्री भगवान विष्णुः प्रियंताम्.

પછી ગાયની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરવી.

Read Full Post »

દ્વાદશા શ્રાદ્ધ

શરૂઆતમાં નિત્ય તર્પણ, વિષ્ણુ પૂજા વગેરે.

–જનોઈ સવ્યમ્ (ડાબી બાજુ)

જમણા હાથ તરફ એક પાટલા પર એક ચટ પૂર્વાભિમુખ અને બીજા ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. પછી આચમન કરવું. ॐ केशवाय नमः, ॐ माधवाय नमः, ॐ नारायणाय नमः. –હાથ ધોવા  ॐ गोविंदाय नमः.

હાથમાં દર્ભની સેર અને જવ લઈ પૂર્વાભિમુખ રાખેલા ચટ પર હાથ મૂકી રાખવો.

ॐ एकानागसंज्ञिका विश्वदेवाः आगतः व स्वागतम्.

જવ ઉપર મૂકી દેવા. ફરીથી હાથમાં જવ લઈ બીજા ત્રણે ચટોનું મુજબ સ્વાગત કરવું.

બધા ચટો ઉપર પાણી, ચંદન, ફૂલ ચડાવવાં.

જનોઈ જમણી બાજુ (અપસવ્યમ્) કરવી.

શ્રાદ્ધ કરનારે દક્ષિણ દિશામાં મુખ રાખી પહેલાં પૂર્વાભિમુખના ચટ ઉપર તલ અને દર્ભની સેર રાખી જમણો હાથ અડાડી રાખવો.

गतोऽसि दिव्य लोकं त्वं कुतान्तविहिता प्रिये,

मनसा  वायुभूतेन    चटे  त्वां  निमंत्रये.

ॐ काश्यप गोत्राय…….प्रेताय ते आगतः व स्वागतम्.

તલ ચટ પર મૂકી દેવા, અને પાણી, ફૂલ, ચંદન ચડાવવાં.

હવે ઉત્તરાભિમુખ ચટોનું સ્વાગત વારા ફરતી. હાથમાં તલ લેવા.

પુરુષનું(પિતાનું) શ્રાદ્ધ / સ્ત્રીનું(માતાનું) શ્રાદ્ધ

ॐ काश्यप गोत्राय पिता/माता (મૃતકના પિતા કે માતાનું નામ)…….प्रेताय ते आगतः व स्वागतम्.

ॐ काश्यप गोत्राय पितामह/पितामही (મૃતકના દાદા કે દાદીમાનું નામ)…….प्रेताय ते आगतः व स्वागतम्.

ॐ काश्यप गोत्राय प्रपितामह/प्रपितामही (મૃતકના વડદાદા કે વડદાદીમાનું નામ)………. प्रेताय ते आगतः व स्वागतम्.

જનોઈ ડાબી બાજુ (સવ્યમ્) કરી શરીર પર પાણી છાંટવું.–સ્નાન

અપસવ્યમ્હાથમાં તલ અને દર્ભ લેવાં.

ॐ पूर्वे नारायणः पातु वारिजाक्षस्तु दक्षिणे,

प्रद्युम्न  पश्चिमे  पातु   वासुदेवोस्तथोत्तरे.

उर्ध्वे गोवर्धनो रक्षेत्  अधस्ताच्च त्रिविक्रमः.

તલ ફરતે વેરી દેવા.

ડાબી તરફ જનોઈ કરવી. બંને હાથ જમીન પર ચત્તા રાખવા.

श्राद्धभूमिं गयां ध्यात्वा   देवं गदाधरं तथा,

ताभ्यां चैव नमस्कारं ततः श्राद्ध समाचरेत्.

सप्तव्याधा दशारण्ये  मृगाः कालिंजिरेगिरी,

चक्रवाका  सरद्वीपे  हंसा  सरसि  मानसे.

तेऽपि  जात  कुरुक्षेत्रे  ब्राह्मणा वेदपारगाः,

प्रस्थिता दीर्घमध्वानं  पयं  तेभ्यो वसादथ.

શ્રાદ્ધ ભૂમીને નમસ્કાર કરવા.

દર્ભના ટુકડા પર વાડકીમાં પાણી, જવ, તલ, ચંદન, ફૂલ અને દર્ભનો ટૂકડો મૂકી તે પાણી શરીર પર તથા પૂજાની સામગ્રી પર છાંટવું.

ॐ अपवित्रः पवित्रो वा૦

જનોઈ જમણી બાજુ કરવી. હાથમાં સુતરનો ટૂકડો લેવો.

ॐ काश्यप गोत्राय ……. प्रेताय ते नमः आसनं समर्पयामि.

ફરીથી સુતરનો ટુકડો લેવોઉત્તરાભિમુખ ત્રણ ચટોને માટે.

પુરુષ-ॐ काश्यप गोत्रेभ्यः पितृपितामहप्रपितामहेभ्य नमः आसनं समर्पयामि.

સ્ત્રી- ॐ काश्यप गोत्रेभ्यः मातृपितामहीप्रपितामहीभ्य नमः आसनं समर्पयामि.

બારમાના શ્રાદ્ધનું પિંડદાન

એક મોટો લાંબો પિંડ અને ત્રણ નાના પિંડ. મોટો પિંડ ઉત્તર દક્ષિણ અને નાના પિંડોની સેર ઉત્તરદક્ષિણ મૂકવી.

પુરુષ– काश्यप गोत्रे (મૃતકનું નામ)……. प्रेतस्य पिंडीकरण निमित्तं एष

ते पिंड तव उपतिष्ठताम्. — મોટો પિંડ.

१.           काश्यप गोत्रे (મૃતકનું નામ)……. प्रेतस्य पितुः(મૃતકના પિતા)

….. दासस्य वसुरूपस्य एष ते पिंडः तव उपतिष्ठताम्.

२.             काश्यप गोत्रे (મૃતક)……. प्रेतस्य पितामहस्य(મૃતકના દાદા)

……. दासस्य रुद्ररूपस्य एष ते पिंडः तव उपतिष्ठताम्.

३.   काश्यप गोत्रे (મૃતક) …… प्रेतस्य प्रपितामहस्य (મૃતકના વડદાદા)  ….. दासस्य आदित्यरूपस्य  एष ते पिंडः तव उपतिष्ठताम्.

સ્ત્રી–काश्यप गोत्रे (મૃતક )….. प्रेतस्य पिंडिकरण निमित्तं एष ते पिंड तव उपतिष्ठताम्. મોટો પિંડ

१.    काश्यप गोत्रे (મૃતક)……. प्रेतस्य मातायाः(મૃતકનાં મા) … देव्याः वसुरूपायाः  एष ते पिंडः तव उपतिष्ठताम्.

२.      काश्यप गोत्रे (મૃતક) …….. प्रेतस्य पितामह्याः(મૃતકનાં દાદીમા) …. देव्याः रुद्ररूपायाः एष ते पिंडः तव उपतिष्ठताम्.

३.   काश्यप गोत्रे (મૃતક) ….. प्रेतस्य प्रपितामह्याः(મૃતકનાં વડદાદી) ……देव्याः आदित्यरूपायाः एष ते पिंडः तव उपतिष्ठताम्.

પૂજન પ્રથમ મોટા પિંડની પૂજા.

पिंडीकरण निमित्तं पिंडे नमः  सर्वोपचारार्थे जलं वस्त्रं चंदनं पुष्पं धुपं दीपं

नैवेद्यं कुंकुमं अक्षतान् मुखवासं दक्षिणां समर्पयामि.

બાકીના ત્રણ પિંડોની પૂજા.

वसुरूपरूद्ररूपआदित्यरूप पिंडाय नमः सर्वोपचारार्थे जलं वस्त्रं यज्ञोपवीतं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् मुखवासं दक्षिणां समर्पयामि.

દર્ભની સેર વડે લાંબા પિંડના ત્રણ ટૂકડા કરવા, બે વખત કાપવો.

ॐ विष्णवे नमः, ॐ विष्णवे नमः, ॐ विष्णवे नमः.

દહીં, દૂધ, મધ ભેળવી એક એક ટુકડો વારા ફરતી ત્રણ પિંડોમાં ભેળવવો, અને ત્રણે પિંડોને મૂળ સ્થાને મૂકતા જવું.

પુરુષ–

१.    काश्यप गोत्रे ………. प्रेतस्य पिंड त्वत्पिता काश्यप गोत्रेण (મૃતકનાં પિતા)………वसुरूपेण सह संयुजिनम्.

२.   काश्यप गोत्रे …… प्रेतस्य पिंड त्वत्पितामहेन काश्यप गोत्रेण

(મૃતકના દાદા)………रुद्ररूपेण सह संयुजिनम्.

३.   काश्यप गोत्रे …… प्रेतस्य पिंड त्वत्प्रपितामहेन काश्यप गोत्रेण

(મૃતકના વડદાદા)………आदित्यरूपेण सह संयुजिनम्.

સ્ત્રી–

१.    काश्यप गोत्रा …….. प्रेतस्य पिंड त्वत्माता काश्यप गोत्रया

(મૃતકનાં મા)……… वसुरूपाया सह संयुजिनम्.

२.   काश्यप गोत्रा …….. प्रेतस्य पिंड त्वत्पितामह्याः काश्यप गोत्रया

(મૃતકનાં દાદીમા)………..रुद्ररूपाया सह संयुजिनम्.

३.   काश्यप गोत्रा …….. प्रेतस्य पिंड त्वत्प्रपितामह्याः काश्यप गोत्रया

(મૃતકનાં વડદાદીમા)……… आदित्यरूपाया सह संयुजिनम्.

ફરીથી ત્રણ પિંડોનું પૂજન.

वसुरूप रुद्ररूप आदित्यरूप पिंडाय नमः सर्वोपचारार्थे जलं वस्त्रं यज्ञोपवीतं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.

હાથ જોડી રાખવા.

પુરુષ काश्यप गोत्राणां अस्मत् पितृपितामहप्रपितामहानां वसुरुद्रादित्यस्वरूपाणां

સ્ત્રી काश्यप गोत्राणां अस्मत् मातृपितामहीप्रपितामह्यानां वसुरुद्रादित्यस्वरूपयाणां

विश्वदेवा पूर्वकस्यैक सपिंडना विधिना श्राद्धस्य कृतस्य विधेर्यन् न्यूनातिरिक्तां तत्सर्व भवतां ब्राह्मणानां वचनात् श्री महाविष्णु प्रसादात् परिपूर्णमस्तु.

પિંડની દર્ભની સળીને હલાવવી. વચલો પિંડ સૂંઘવો. જનોઈ ડાબી તરફ કરી આચમન કરવું. હાથ જોડવા.

ईशान विष्णु कमलासन कार्तिकेय वहनि त्रयार्क रजनीशगणे श्वराश्राम,

कौ चामरेन्द्र कलशोद्भव काश्यपानां पदान्नमामि संत पितृमुक्ति हेतोः.

જનોઈ જમણી બાજુ કરી દર્ભના મૂળથી પિતૃનું વિસર્જન કરવું. જનોઈ ડાબી બાજુ કરી દર્ભના અગ્રથી વિશ્વદેવોનું વિસર્જન કરવું.

Read Full Post »

પંચ મહાભુતને છેલ્લા નમસ્કાર
मातर्मेदिनि तात मारुत सखे तेज सुबंधो जल
भ्रातर्व्योम निबद्ध एव भवतामेष प्रणामांजलिः,
युष्मत्संगवशोप जात सुकृतोद्रेकस्फूरन्निर्मल
ज्ञानापास्तसमस्तमोह महिमा लीये परे ब्रह्मणि.

હે માતા પૃથ્વી! પીતા વાયુ! મીત્ર તેજ! સુબંધુ જલ! ભાઈ આકાશ! તમને હું આ પ્રણામાંજલી અર્પું છું. (આ શરીર તમારાથી બંધાયું હતું તેથી) તમારા સંગને લઈને ઉત્પન્ન થયેલા પુણ્યોની અધીકતાથી પ્રગટેલા નીર્મળ જ્ઞાન વડે સઘળો મોહનો મહીમા ફેંકી દઈને હું પરબ્રહ્મમાં લીન થઈ જાઉં છું.
हे माता पृथ्वी! पिता वायु! मित्र तेज! सुबंधु जल! भाई आकाश! मैं आपको यह प्रणामांजलि अर्पित कर रहा हूं. (यह शरीर आपसे बना हुआ था ईसीलीए) आपकी संगत से उत्पन्न हुए पूण्यों की अधिकता से प्रकट हुए निर्मल ज्ञान के जरिये सभी मोह की महिमा त्याग कर मैं परब्रह्म में लीन हो रहा हूं.

Oh mother Earth! father Air! friend Light! Good companion Water! brother Space! I pay tribute and salute to you all five.( As this body was composed of you) I performed meritorious deeds in your company and aquired pure knowledge with the help of which I now throw away all the glory of attachments and disolve myself into the ultimate Brahman.(બ્રહ્મ)

Read Full Post »

Older Posts »