Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે, આથી પણ કદાચ લોહતત્ત્વની ઉણપ વરતાય છે. લોહ તત્ત્વ જે આહારમાંથી મળે છે એ પૈકી ખજુર અને કાળી સુકી દ્રાક્ષ મને વધુ પસંદ છે. કેટલાક વખતથી હું ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી કરતો નથી. ગોળ અવારનવાર વાપરું છું. ગોળમાં પણ લોહ હોય છે, પણ ડાયાબીટીસવાળા એ લઈ ન શકે. વળી એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી ન શકાય. સવારના નાસ્તા માટે હું ઓટની રાબ બનાવું છું. એમાં હવે આગલા દીવસે પાણીમાં ભીંજવી રાખેલ ખજુર અને કાળી દ્રાક્ષ નાખું છું. પહેલાં હું એ રાબ ઉકાળતી વખતે ખજુર-દ્રાક્ષ પણ નાખી દેતો, એટલે કે ખજુર-દ્રાક્ષને પણ ઉકાળીને વાપરતો હતો.

થોડા વખત પર લોહની ઉણપ મને હોય એમ લાગ્યું. આથી બીજો કોઈ ફેરફાર ન કરતાં ખજુર-દ્રાક્ષને ચમચી અને ફોર્ક વડે મીક્ષ કરી રાબ ઉકાળીને તૈયાર થયા પછી એમાં નાખવાનું શરુ કર્યું, અને લોહ તત્ત્વની ઉણપ મને દુર થઈ ગયેલી લાગી. આમ ખજુરને ઉકાળવાથી કદાચ લોહ તત્ત્વ અમુક પ્રમાણમાં નષ્ટ થતું હોય અથવા એનું પાચન યોગ્ય રીતે ન થતું હોય એમ બને. એમ મને લાગે છે. કે કદાચ એનું યોગ્ય પાચન થઈ શકતું નહીં હોય.

બીજી એક બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે લોહના ચયાપચયમાં ચા અવરોધ પેદા કરે છે. આથી લોહયુક્ત આહાર લીધા પછી તરત ચા પીવી ન જોઈએ.

(નોંધ: છેલ્લે 10-12-2022ના રોજ પોસ્ટ મુક્યા પછી હું ભારતના પ્રવાસે ગયો હતો, આથી ત્યાર બાદ આજે આ પોસ્ટ મુકું છું.)

મનને સતત સક્રીય રાખો

શબ્દવ્યુહ રચના ઉકેલવામાં રસ લો અથવા મનગમતી રમત રમો.

મનને હંમેશાં ઉત્તેજીત કરે તેવી શબ્દવ્યુહ રચના, સુડોકુ, કે ચેસમાં રસ લેવાનું ચાલુ રાખો. કંઈક નવું શીખવાના વર્ગોમાં જોડાઓ, એ પછી કોઈ ભાષા હોય કે નવી કોઈ આવડત શીખવી હોય.

કોલમ્બીઆની યુનીવર્સીટીની કોલેજમાં વધુ ઉંમરનાં 1800 લોકોનો સાત વર્ષ સુધી એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં જોવામાં આવ્યું કે નવરાશના સમયમાં જેમ જેમ વધુ ને વધુ પ્રવૃત્તી કરતા રહેવામાં આવે તેમ અલ્ઝાઈમર (ભુલકણાપણાનો) રોગ થવાની શક્યતા ઘટી જાય છે. પછી ભલે ને એ પ્રવૃત્તી માત્ર પત્તાં રમવાની, મીત્રને મળવા જવાની કે મુવી જોવાની જ કેમ ન હોય. આ ઉપરાંત ભારે શારીરીક કસરત અને ઓક્સીજનકરણ વીરુદ્ધ આહાર પણ વર્ષો સુધી મગજને તલવારની ધાર જેવું તેજ રાખે છે.

માલીશ દ્વારા ચીંતામુક્ત થવું, દર અઠવાડીએ શની-રવીમાં રજા, પ્રાણાયામ, મોટેથી ખડખડાટ હાસ્ય અને સરસ ઉંઘ આ બધી બાબતો ચીંતા-સ્ટ્રેસથી દુર રાખે છે. આથી મન સતત જાગ્રત, શાંત અને ચપળ રહેશે.

અંગ્રેજીમાં WisdomShots નામે એક વીડીઓમાંથી ટુંકાવીને

એક તામીલ મુવીમાં બે વૃદ્ધો એકબીજાના પ્રેમમાં પડે છે. એમની પ્રેમકહાણી રસપ્રદ છે. તમે જ્યારે પ્રેમમાં પડો ત્યારે તમે ફરીથી યુવાન અને તાકાતવાન બની જાઓ છો. પ્રેમમાં ઉંમરનો બાધ નથી. જ્યારે તમે પ્રેમમાં પડો છો ત્યારે તમે લાગણીએ યુવાન બની જાઓ છો. આપણે બધાંએ સાંભળ્યું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે. ખરેખર એ સાચું છે?

હાર્વર્ડના માનસશાસ્ત્ર વીભાગે કરેલો એક પ્રયોગ બહુ જાણીતો છે. એનું ‘કાઉન્ટર ક્લોવાઈઝ’ નામે પુસ્તક પણ બહાર પડ્યું છે. આ પ્રયોગમાં 75થી 80ની ઉંમરના પુરુષોને લેવામાં આવ્યા હતા અને તેમને એક રીસોર્ટમાં બેએક વીક રાખવામાં આવ્યા હતા. એમાંના કેટલાક પુરુષો તો ઘણા જ કમજોર હતા. તેમને ચાલવા માટે લાકડીનો સહારો લેવો પડતો હતો.

આ પ્રયોગમાં ભુતકાળને ફરીથી વર્તમાનમાં સજીવ કરવાનો પ્રયાસ હતો. એ માટે રીસોર્ટમાં એ મુજબનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું, જે તેમની ત્રીસીમાં  હતું, જ્યારે તેઓ યુવાન હતા. જુનાં સમાચારપત્રો, સામયીકો, રેડીઓ, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, તે સમયની પ્રખ્યાત મુવી તેમને બતાવવામાં આવી. કપડાં પણ જુના સમયમાં જે પ્રચલીત હતાં તે આપવામાં આવ્યાં. તે સમયનું જાણીતું સંગીત અને ગીતો જે ત્યારે તેઓ રોજેરોજ સાંભળતા તે વગાડવામાં આવ્યાં. તે સમયની ટુથપેસ્ટ, તૈયાર ખોરાકનાં પેકેટ વગેરે એમને માટે હતાં. સૌથી અગત્યનું એ લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓએ 30 વર્ષના હતા અને જેવું વર્તન કરતા તેવા પ્રકારનું વર્તન કરવાનું છે. તે સમયના રાજકારણના પ્રસંગોની ચર્ચા કરવાની, જાણે કે તે આજે બની રહ્યા છે. એ કાળજી પણ લેવામાં આવી હતી કે તેમને લાગે કે તેઓ કમજોર છે, તો પણ જેમ કે તેમની બેગ કોઈએ ઉંચકી આપવાની નહીં કે દાદરા ચડવામાં મદદ કરવાની નહીં. દરેક જણ યુવાન છે એ રીતનું જ એમની સાથે વર્તન કરવામાં આવતું. અને હા, કોઈ પણ જગ્યાએ અરીસા રાખવામાં આવ્યા ન હતા. તેમના ફોટો મુકવામાં આવ્યા હતા તે પણ જ્યારે એ લોકો યુવાન હતા તે સમયના જ.

આ પ્રયોગનું પરીણામ આશ્ચર્યકારક હતું.  આ પ્રયોગ પહેલાં એમનો આઈ ક્યુ ટેસ્ટ, શારીરીક ટેસ્ટ, યાદશક્તીનો ટેસ્ટ વગેરે લેવામાં આવ્યા હતા. એક વીક પછી આ બધીજ બાબતોમાં આઈ ક્યુ, શારીરીક ક્ષમતા, યાદશક્તી ઉપરાંત ગ્રહણશક્તી, સમજશક્તી, શ્રવણશક્તી, દૃષ્ટીશક્તી વગેરે બધાંમાં ભારે સુધારો જોવા મળ્યો, અને સમગ્ર શારીરીક સ્વાસ્થ્ય પણ ઘણું સારું જોવા મળ્યું. જે લોકો આ પ્રયોગ વીશે જાણતા ન હતા તેમને પણ તેમના પ્રયોગ પહેલાંના અને પછીના ફોટાઓમાં તફાવત જોવા મળ્યો.

આપણે જે લાગણી અનુભવીએ તે જ રીતના આપણે વૃદ્ધ હોઈએ છીએ. જો કે વૃદ્ધ થવું એ જીવવીજ્ઞાન દ્વારા નીશ્ચીત પ્રક્રીયા ગણાય છે, છતાં એવી ઘણી મનોવૈજ્ઞાનીક બાબતો છે જે વૃદ્ધત્વની પ્રક્રીયા પર અસર કરે છે. શરીર અને મન જોડાયેલાં છે. જો આપણે પોતાને યુવાન તરીકે, તંદુરસ્ત, વધુ શક્તીશાળી, તરવરતા જોઈએ તો આપણા શરીરના કોષો, પેશીઓ, જ્ઞાનતંત્ર અને આપણું અર્ધ જાગ્રત મન એ સંદેશો ઝીલે છે, અને એને અનુસરે છે. જો તમે એવા લોકો વચ્ચે રહેતા હો જે તમારી પાસેથી અમુક અપેક્ષા રાખતા હોય તો તમે એ અપેક્ષાઓ પુરી કરવા પ્રયત્નશીલ રહેશો. ભલે એ પોઝીટીવ હોય કે નેગેટીવ હોય.

જેમ આપણે વૃદ્ધ થતા જઈએ તેમ આપણી શારીરીક મર્યાદાઓ મોટા ભાગે તો પોતાની બાબત અપણી વીચારધારા અને આપણે જે કરવા સક્ષમ હોઈએ એમ માનતા હોઈએ તેના પર આધાર રાખે છે.

આ બધાં સંશોધનો પરથી યુવાન રહેવા માટે ત્રણ બાબતો અગત્યની છે.

નંબર 1: યુવાનીના તમારા સમય સાથે સંપર્કમાં રહો. તમારા જુના મીત્રોને યાદ રાખો. એટલે કે ભણતા હતા તે સમયના મીત્રો. એમની મદદથી તમે તમારો ભુતકાળ જીવંત કરી શકો. તમારા યુવાનીકાળમાં તમે ફરીથી પ્રવેશ કરી જશો. તમારી જુની ટેવો ચાલુ કરો.  તમારી પહેલાંની લાગણીઓ અનુભવો, જ્યારે તમે નાના હતા ત્યારે રમતા તેવી રમતો-સ્પોર્ટ્સ રમો. અને શક્ય હોય તો એ જ બાળગોઠીયા મીત્રો સાથે રમો. સાઈકલ ચલાવો. એનાથી બાળપણ જેવું સ્વાતંત્ર્ય અને શક્તી અનુભવશો.

નંબર 2. વર્તન કેવું રાખવું જોઈએ

મુવીના એક્ટરો એમની ઉંમર કરતાં વધુ યુવાન પાત્રો જે રીતે ભજવતા હોય છે તેવા યુવાન દેખાય છે, રહે છે. એનું કારણ એમની સતત યુવાન તરીકેની એક્ટીંગ છે. તમારે યુવાન રહેવું હોય, દેખાવું હોય તો તમારે પણ તમે યુવાન છો એવી એક્ટીંગ સતત ચાલુ રાખવી જોઈએ, અને તે પણ ખરેખરા ભાવથી, માત્ર એક્ટીંગ કરું છું એમ માનીને નહીં. આપણી ઉંમર માટે આપણું ચીંતન અને મન જવાબદાર છે.

એક ઉદાહરણ જોઈએ. એક વૃદ્ધ માણસ હતો. એ ખરેખર ઘણો જ કમજોર હતો. એ ફુટપાથ પર વાંકો વાંકો, જાણે ગમે ત્યારે પડી જવાનો હોય તેમ ચાલતો જતો હતો. એકાએક રસ્તા પર એક કારે કાબુ ગુમાવ્યો અને ફુટપાથ તરફ ધસી રહી હતી જ્યાં આ વૃદ્ધ ચાલતો હતો. તરત જ આ વૃદ્ધ એકાએક લાંબો જંપ લઈને દુર ખસી ગયો અને પોતાની જાતને બચાવી લીધી. પણ પછી માત્ર મીનીટોમાં એને ચાલવામાં ફાંફાં મારવા પડ્યાં. એની પાસે જંપ મારવાની અને ભાગવાની પુરેપુરી શક્તી હતી છતાં પણ. કેમ? કેમ કે જીવન-મરણના સંજોગમાં એ ભુલી જ ગયો કે એ વૃદ્ધ અને કમજોર છે. એ વીચારવાનો સમય જ ન હતો. આવી પડેલી મુશીબતમાં એના શરીરની એ પ્રતીક્રીયા હતી. આનો અર્થ એ કે આપણા બધા પાસે ક્ષમતા, શક્તી તો છે જ. એ વાપરતાં આપણને કોણ અટકાવે છે? આપણી માન્યતાઓ અને મર્યાદીત વીચારસરણી. આથી તમે યુવાન અને તાકાતવાન છો એ રીતે જ એક્ટીંગ કરો. તમારી શક્તીનો અનુભવ કરીને તમને નવાઈ લાગશે.

નંબર 3: પ્રેમમાં પડો

જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ પ્રેમથી દુર જઈએ છીએ. પ્રેમ આવકાર્ય છે તે પછી કોઈ પણ પ્રકારનો હોય. સંબંધોવાળો જ પ્રેમ એમ નહીં, પ્રેમની લાગણી અગત્યની છે. એ ચાલુ રહેવી જોઈએ. પ્રેમમાં પડો- જો શક્ય હોય તો. લાંબું જીવવા માટેનો મંત્ર છે પ્રેમ.

પ્રાણીક આહાર

(સદ્ગુરુના યુ ટ્યુબ પરના એક વીડીઓ પરથી ટુંકાવીને)

પ્રાણીક આહાર કોને કહેવાય? યોગમાં આહારનું વર્ગીકરણ પ્રોટીન, વીટામીન, મીનરલ વગેરે રીતે કરવામાં આવતું નથી, પણ વીધાયક-હકારાત્મક (પોઝીટીવ) પ્રાણીક, નકારાત્મક પ્રાણીક અને તટસ્થ કે શુન્ય પ્રાણીક એ રીતે કરવામાં આવે છે. હકારાત્મક પ્રાણીક આહાર લેવામાં આવે તો શરીરમાં એ પ્રાણ (જીવનશક્તી) પુરે છે. નકારાત્મક આહાર શરીરમાંથી જીવનશક્તીનો નાશ કરે છે. તટસ્થ આહાર પ્રાણ પુરતો નથી તેમ દુર કરતો નથી. એ માત્ર સ્વાદ માટે લેવામાં આવે છે.

નકારાત્મક પ્રાણીક આહાર

લસણ, ડુંગળી, હીંગ, મરચાં, વેંગણ, ચા, કોફી, દારુ (મદીરા-આલ્કોહોલ) એટલે જ્ઞાનતંત્ર પર અસર કરે તેવો અને નશો કરનાર કોઈ પણ આહાર યોગની દૃષ્ટીએ નકારાત્મક ગણાય છે. કેટલાક પદાર્થો જ્ઞાનતંતુને ઉત્તેજીત કરે છે તો કેટલાક એને નબળા પાડી દે છે. જે કોઈ આહાર જ્ઞાનતંતુ પર અસર કરે તે નકારાત્મક છે. એ સીવાયનો આહાર લઈ શકાય.

કહેવાય છે કે આ બધા જ નકારાત્મક આહાર ભારતમાં વિશ્વામીત્રે ઉત્પન્ન કર્યા  હતા. એકવાર ભગવાન સાથે એને બોલાચાલી થઈ. એણે એના પોતાનાં લોકોને સ્વર્ગ અપાવવું હતું. ભગવાને કહ્યું, “ના, તારા માણસોને સ્વર્ગમાં પ્રવેશ મળી શકે નહીં.” આથી વિશ્વામીત્ર ગુસ્સાથી લાલપીળા થઈ ગયા, બોલ્યા, “સારું, તો હું મારી પોતાની સૃષ્ટી બનાવીશ.” આથી વિશ્વામીત્રે એની પોતાની ખાનગી સૃષ્ટી રચી, જેમાં એણે પોતાની પૃથ્વી, સ્વર્ગ અને નરક બનાવ્યાં.

એણે એના માનીતા શીષ્ય ત્રીશંકુને સ્વર્ગમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ત્રીશંકુ અધવચ્ચે પહોંચ્યો અને અટકી પડ્યો. ત્યાંથી ન તો એ આગળ જઈ શક્યો ન તો પાછો વળી શક્યો. આજે પણ તમે ત્રીશંકુદશા કહો તો લોકો સમજી જાય કે ભાઈ અધવચ્ચે લટકી પડ્યા છે. તમે આગળ પણ ન જઈ શકો, પાછા પણ ન આવી શકો. વચમાં ફસાઈ ગયા.

આ વાર્તાનો સાર એ છે કે જો તમે નકારાત્મક પ્રાણીક આહાર લો તો માનસીક રીતે તમે અસ્થીર બની જાઓ. અને અંતે આખા જીવન દરમ્યાન તમે એ સ્થીતીમાં રહેશો, કેમ કે તમારી ક્ષમતાનો પુરો ઉપયોગ તમે કદી કરી શકશો નહીં.

તટસ્થ અથવા શુન્ય પ્રાણીક આહાર

બટાટા અને ટામેટાં જેવા કેટલાક આહાર તટસ્થ કે શુન્ય પ્રાણીક છે. સ્વસ્થ લોકો એનો ઉપયોગ કરી શકે, પણ જેમને સોજા ચડ્યા હોય કે શરીરમાં દુખાવો હોય તેમણે એ આહાર લેવો ન જોઈએ. એનાથી સાંધાના દુખાવામાં વીપરીત અસર થશે. બીજું, શુન્ય પ્રાણીક આહારથી ઉંઘ વધુ આવશે, આળસ ચડશે.

વીધાયક-હકારાત્મક પ્રાણીક આહાર

શુન્ય અને નકારાત્મક આહાર સીવાયના આહારના પદાર્થો-ઉપર જણાવ્યા સીવાયનાં બધાં જ શાકભાજી, સુકો મેવો, ફણગાવેલાં કઠોળ, ફળો અને કોચલાંવાળાં ફળો – અખરોટ, બદામ, મગફળી વગેરે વીધાયક પ્રાણીક આહાર છે. એનું સેવન જ મુખ્યત્વે કરવું જોઈએ.

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 368. આદુ : આદુ ચોંટી ગયેલા મળને તોડનાર અને નીચે સરકાવનાર, ભારે, તીક્ષ્ણ, ઉષ્ણ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હીતાવહ અને આમવાતમાં પથ્ય છે. રસ તથા પાકમાં શીતળ છે. આદુ આહારનું પાચન કરનાર, આહાર પર રુચી કરાવનાર અને કંઠને હીતકર છે. આદુ કાંજી અને સીંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અગ્નીદીપક, કબજીયાત તથા આમવાતનો નાશ કરનાર છે. એ સોજા, શરદી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો, ગળાના રોગો,  કબજીયાત, ઉલટી અને ઉદરશુળને મટાડે છે. તથા આદુમાં મીઠું અને લીંબુનો રસ મેળવી અથાણું બનાવીને પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૩૬. અખરોટના ગુણ: અખરોટ મધુર, સ્નીગ્ધ, શીતળ, ધાતુવર્ધક, રુચીકારક, કફ-પીત્તકારક, બળકારક, વજન વધારનાર, મળને બાંધનાર, ક્ષયમાં હીતકર, હૃદયરોગ, પાતળાપણું, રક્તદોષ અને વાતરક્તમાં હીતાવહ છે. એ શરીરની આંતરીક બળતરા મટાડે છે. અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે.

સાચી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ

સૂરસાધના

સાભાર – શ્રી. જગદીશ દફ્તરી
ફોટા માટે – ‘આપણું ભાવનગર’

તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000  થી વધુ થાય છે. રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે. સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે. સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે.

સુવિધાઓ શું છે? 24 કલાક ઈમરજન્સી સારવાર/અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/TMT [ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ – ડીફ્રિબ્રીલેશન; મોનિટરિંગ વગેરેની સુવિધા.

તમે નહી માનો; આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ નહી; માત્રમાનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહી. દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ…

View original post 268 more words

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 212. આદુ

  1. એક ચમચો મેથી મીઠાના પાણીમાં પલાળી રાખી શેકીને એક ચમચી આદુના રસમાં બરાબર ભેળવી ચાવીને ખાવાથી દમ (શ્વાસ)માં ફાયદો થાય છે.
  2. આદુનો રસ ગરમ કરી પીવાથી ફ્લુ સામે રક્ષણ મળે છે, એનાથી લીવરનું કાર્ય સુધરે છે તથા લોહીની અશુદ્ધી દુર થાય છે.
  3.  અડધી ચમચી સુંઠના ચુર્ણની સવારે ફાકી લેવાથી સુસ્તી દુર થાય છે તેમ જ બંધકોષ પણ મટે છે. ચામાં એક ચમચી આદુનો રસ કે છીણેલું આદુ નાખીને પણ લઈ શકાય. એનાથી શરીરનો દુઃખાવો અને શરદી પણ મટે છે.
  4.  એક મોટા ચમચા આદુના રસમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને મધ મેળવી લેવાથી ઉબકા, છાતીમાં થતી બળતરા, પેટનો દુઃખાવો વગેરે મટે છે.
  5.  આદુના રસમાં થોડો લીંબુનો રસ અને મીઠું અથવા છીણેલા આદુ પર લીંબુ નીચોવી મીઠું નાખી જમતાં પહેલાં લેવાથી ભુખ લાગે છે અને પાચન સુધરે છે. ખાસ કરીને ભારે ભોજન હોય ત્યારે તો આ લેવું જ જોઈએ.

ખુબ જ સુંદર જાણવા જેવી માહીતી. આજ સુધી જે ભ્રમણા ફેલાવવામાં આવી છે, કે મારા મનમાં જે હતી તેનું નીરસન થયું.

‘અભીવ્યક્તી’

જન્મ :15/04/1921 અવસાન : 15/01/2017

સદ્ ગત હીમ્મતલાલ જોશી અતાઈ મહાન સીન્ધુ સંસ્કૃતી તથા ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતી(ચાર્વાક)માં રસ દાખવતા. તેઓ મારા અભીવ્યક્તીબ્લોગ પર ચાર્વાકદર્શનની લેખમાળા રસપુર્વક વાંચતા. દર વેળા પોતાનો અભીપ્રાય મને મેલથી મોકલતા. બધા લેખો મુકાઈ જાય પછી ‘ચાર્વાકદર્શન’ની ઈ.બુક પ્રકાશીત કરવા માટે આતા મને સતત પ્રોત્સાહન અને બળ પુરું પાડતા હતા. આ લેખમાળાનો એક જ લેખ હવે મુકવાનો બાકી છે. તે લેખની સાથે જ આદરણીય આતાદાદાને ચાર્વાકદર્શન ઈ.બુક અર્પણ કરીનેઅભીવ્યક્તીપરીવાર તેમને ઈ.અંજલીઆપશે.

લોકશાહી:પ્રાચીન ભારતીય શાસન પ્રણાલી

એન. વી. ચાવડા

આપણા સામ્પ્રત સમયના રાજકારણ અને સમાજજીવનના ક્ષેત્રમાં બંધારણીય કાયદા–કાનુનના ભંગ અને નીષ્ફળતાની કોઈક અઘટીત ઘટના બને છે ત્યારે કેટલાક લોકો તરત જ બોલી ઉઠે છે કે આવું બધું લોકશાહીને કારણે બની રહ્યું છે. ભારતમાં લોકશાહી ચાલે જ નહીં, કારણ કે…

View original post 1,950 more words

‘અભીવ્યક્તી’

ભારતીય સંસ્કૃતી વીરુદ્ધ આર્ય સંસ્કૃતી

એન. વી. ચાવડા

આશ્ચર્યની વાત એ છે કે આજના આધુનીક જ્ઞાન–વીજ્ઞાનના યુગમાં પણ આપણા મોટાભાગના પ્રબુદ્ધ વીદ્વાનો પણ આર્ય સંસ્કૃતીને જ ભારતીય સંસ્કૃતી માને છે. અર્થાત્ બન્ને સંસ્કૃતીને એક જ સંસ્કૃતી માને છે; પરન્તુ વાસ્તવીકતા તો તદ્દન જુદી જ છે; કારણ કે હકીકતમાં ભારતીય સંસ્કૃતી અને આર્ય સંસ્કૃતી પરસ્પરથી ભીન્ન જ નહીં; પરન્તુ વીપરીત પણ છે. વાસ્તવીકતા એ છે કે લગભગ છેલ્લાં સાડા ત્રણ હજાર વર્ષ કરતાંયે વધારે સમયથી બન્ને સંસ્કૃતીઓ પરસ્પરનો સંઘર્ષ અને સમન્વય કરતાં કરતાં જ સાથે જ વીકસતી રહી, અસ્તીત્વ ધરાવતી રહી છે, જેને કારણે આટલા બધા પ્રલમ્બ સમય દરમીયાન બન્ને સંસ્કૃતીઓનાં તત્ત્વો પરસ્પરમાં ભળી ગયાં હોય, કેટલાંક તત્ત્વો એકદમ ઓતપ્રોત પણ થઈ ગયાં હોય, કેટલાંક અર્ધા–પર્ધા એકબીજામાં ભળ્યાં હોય અને કેટલાંક તત્ત્વો અલગ પણ રહી ગયા હોય, તેથી તેમની વચ્ચેના ભેદો આજે જલદીથી માલુમ ન પડે એવું પણ બની શકે. પરન્તુ ઝીણવટથી અભ્યાસપુર્ણ નજરે જોવામાં આવે તો એ બે સંસ્કૃતીઓ…

View original post 1,951 more words