અંગ સ્પર્શ મંત્ર
ડાબા હાથમાં પાણી લઇ જમણા હાથની વચલી બે આંગળી વડે સ્પર્શ કરવો.
ॐ वांगमे आस्ये अस्तु (હોઠ) ॐ नसोर्मे प्राणाः अस्तु (નાક) ॐ अक्ष्णोर्मे चक्षुः अस्तु (આંખ) ॐ कर्णोयोर्मे श्रोतं अस्तु (કાન) ॐ बाहवोर्मे बलमस्तु (ખભા) ॐ ऊर्वोर्मे ओजः अस्तु (ઘૂંટણ) ॐ अरिष्टानि मे अंगानि तनुस्तन्वा मे सह सन्तु ( આખા શરીર પર)
(મારા શરીરનાં બધાં અંગો સ્વસ્થ, સબળ અને સંયમી થાઓ.)
અગ્ન્યાધાન મંત્ર
ચનચીમાં થોડું ઘી લઇ કપુર મૂકી સળગાવવું. મંત્રો બોલી હવન કુંડમાં મૂકી દેવું.
ॐ भूर्भुवः स्वः. ॐ भूर्भुवः स्वर्द्योरिव भूम्ना पृथिवीव वरिम्णा.
तस्यास्ते पृथिवी देवयजनिपृष्ठे अग्निमन्ना दमन्ना द्यायादधे.
( દેવોને યથાભાગ પહોંચાડનાર અગ્નિ રૂપે ત્રિલોકમાં સ્થિત છે. આ યજ્ઞાગ્નિ અમને અન્નાદિની પ્રાપ્તિ કરાવી તૃપ્તિ અને પુષ્ટિ આપો.)
ॐ उद्बुध्य स्वाग्ने प्रतिजागृहित्वमिष्टापूर्ते
स सृजेथाम यं च, अस्मिन्सधस्थे अध्युत्तरस्मिन
विश्वेदेवा यजमानश्च सीदत.
( હે અગ્નિદેવ તું પૂર્ણ રૂપે પ્રકાશિત બની આ યજમાનને યજ્ઞાદિ પરોપકારી કાર્યો કરવાની પ્રેરણા કર. આ યજમાનને વિદ્વાનો સહ વિશ્વમાં આનાથી પણ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાઓ. )
અગ્નિ પ્રત્યક્ષ છે શક્તિ અગ્નિ પ્રકાશ પ્રેરતો,
અગ્નિ સર્વને કેવો શુદ્ધ, પવિત્ર બનાવતો.
–હવન કુંડમાં સળગાવેલ કપુરનો ટુકડો મૂકી દેવો.
–સુખડના એક ટૂકડાને ઘીમાં બોળી સળગાવી હવન કુંડમાં ઉપરના જ શ્લોકો બોલી મૂકી દેવો.
સમિદાધાન મંત્ર– સમિધ એટલે સુખડ, આંબો, ખાખરો, ઉમરો વગેરેનાં લાકડાં. ટૂકડાને ઘીમાં બોળવો.
ॐ अयन्त ईध्म आत्मा जातवेदस्तेनेध्य स्व
वर्धस्व चेद्धवर्धय चास्मान प्रज्यापशुभिः
ब्रह्मवर्च सेनानाद्येन समधेय स्वाहा.
ईदम् अग्नये जातवेदसे ईदन्न मम
( હે અગ્ની દેવ આ સમીધના આધારથી તું પ્રદીપ્ત થઇ અમને આરોગ્ય, પ્રજા, પશુ અને અન્નાદીની વૃદ્ધી કરાવ. આ આહુતી અગ્નીને આપું છું, એ મારા માટે નથી.)
સુખડનો બીજો ટૂકડો લેવો.
ॐ समिध अग्निं दुवस्यत घृतैः बोधयत अतिथिम्,
आस्मिन हव्या जुहोतन अग्नये जातवेदसे स्वाहा.
ईदमग्नये जातवेदसे ईदन्न मम.
(હે સજ્જનો ! અતીથી રુપ આ અગ્નીનો ઘી, સમીધ અને સામગ્રીથી સત્કાર કરો. સંસારના પદાર્થોને પવીત્ર કરનાર આ પવીત્ર અગ્નીમાં ઘી વગેરે સમર્પો. આ આહુતી અગ્નીરુપ પરમેશ્વરને અર્પું છું, તે મારા માટે નથી)
સુખડનો ત્રીજો ટુકડો લેવો.
ॐ तत्त्वा समिदभिरंगिरो घृतेन वर्द्धयामसि,
बृहत् शोचाय विष्ठय स्वाहा.
ईदमग्नये अग्निरसे ईदन्न मम
( હે પવીત્ર અગ્ની! તમને આ ઘી અને સમીધથી અલંકૃત કરીએ છીએ. એનાથી વાતાવરણ શુદ્ધ, સાત્વીક અને શાંતીપ્રદ બનો. આ આહુતી વ્યાપનશીલ અગ્નીને આપું છું, તે મારા માટે નથી.)
Leave a comment