Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ત્રયોદશા શ્રાદ્ધ’

ત્રયોદશા શ્રાદ્ધ

વિષ્ણુના સ્થાપનના પાટલાની પાછળ એક પાટલા પર સફેદ કપડા પર ચોખાનું અષ્ટદળ કરવું. તેમાં વચ્ચે તાંબાનો કળશ મૂકવો.

કળશને નાડાછડી બાંધવી. પાણી ભરવું. પંચ પલ્લવ. દૂર્વા, ફૂલ, સોપારી, કંકુ, ચોખા, પંચ ધાન્ય વગેરે નાખવાં.

ॐ कलशे जलं पंचपल्लवाः दूर्वा पुष्पं पूगीफलं कुंकुमं अक्षतान् पंचधान्यं निक्षिपाम्यहम्.

ઉપર ચોખા ભરી તરભાણી મૂકવી. તેમાં એક સોપારી અને શ્રીફળ મૂકવું. કળશને ફરતા ૧૩ ચાંલ્લા કરવા. ૧૩ પૈસા અને ૧૩ સોપારી સ્થાપનમાં અષ્ટદળમાં મૂકવાં. પછી લલિતાદિ ૧૩ દેવતાઓનું નીચે મુજબ સ્થાપન કરવું.

જનોઈ ડાબી બાજુએ રાખવી. —ડાબા હાથમાં ચોખા લઈ જમણા હાથે બબ્બે દાણા વધાવવા.

१. ॐ ललितायै नमः ललितां  आह्वायामि  स्थापयामि. २. विश्वमात्रे- विश्वमातरं० ३. भद्रायै-भद्रां० ४. भुवनेश्वर्यै-भुवनेश्वरीं० ५. कंदर्पवासिन्यै-कंदर्पवासिनीं ६. आर्यायै-आर्यां० ७. मोक्षदायै-मोक्षदां० ८. रेवत्यै-रेवतीं०

९. पद्मायै-पद्मां० १०. श्रवण्यै-श्रवणीं० ११. क्षमायै-क्षमां० १२. कीर्त्यै-कीर्तीं० १३. देहगामै-देहगामां०

પૂજન–   ॐ ललितादि त्रयोदश देवताभ्यो नमः सर्वोपचारार्थे आसनं पाद्यं स्नानं आचमनं वस्त्रं यज्ञोपवीतं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् मुखवासं आचमनं दक्षिणां समर्पयामि.

શય્યા પધરાવવી (પ્રતિક તરીકે નાડાછડીનો ટૂકડો મૂકવો.)

જે દાન કરવાં હોય તેગોદાન, પંથિકદાન, લાડુ સહિત કુંભદાન, લોઢાનું, કપાસનું, સાત ધાન્યોનું, તેર જોડ પગરખાંનું, વસ્ત્રદાન વગેરે જે કરવું હોય તે.

દાન આપતી વખતે જનોઈ જમણી બાજુ કરવી, અને નીચેનો મંત્ર બોલવો.

ॐ काश्यप गोत्रस्य ………दासस्य(देव्याः) सर्व पापक्षयार्थं पूयशोणितयुत्

वैतरणी संज्ञक नद्यौ तारण पूर्वक सुखेन वैकुंठ भुवन प्राप्त्यर्थम्.

જનોઈ ડાબી બાજુ કરવી, અને હાથ જોડી રાખવા.

भूतद्रव्यं सर्वजनकल्याणार्थे संप्रददेऽम् तेने पापहा श्री भगवान विष्णुः प्रियंताम्.

પછી ગાયની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરવી.

Read Full Post »